Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શામળાજી મહોત્સવ-૨૦૨૩ની તૈયારીઓ શરૂ

પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકાર અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી શામળાજી મહોત્સવની તૈયારી શરૂ કરવામાં આવી. શામળાજી મહોત્સવ -૨૦૨૩ આગામી તા. ૨૫/૦૨/૨૦૨૩ થી તા. ૨૬/૦૨/૨૦૨૩ ના રોજ શ્રી શામળાજી મંદિર ખાતે યોજવા નક્કી કરવામાં આવેલ છે.

આ મહોત્સવમાં આવનાર મહેમાનો તેમજ નાગરિકો માટે જરુરી આયોજન અને પાર્કિંગ વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જડવાય તે અંગે ચર્ચાઓ કરી પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ સબંધિત અધિકારિઓને જરુરી સુચનો આપવામાં આવ્યા. પરિસરમાં જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. ૨૦૧૬થી યોજાતા આ કાર્યક્રમમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો જાેવા ઉમટશે અને કાર્યક્રમનો આનંદ માણશે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers