Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા કોલેજમાં પ્લેસમેન્ટ સંદર્ભે વર્કશોપ તાલીમ વર્ગ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી ડી ઠાકર આર્ટસ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા તેમજ જાેબ લિવિંગ એજ્યુકેશન હિંમતનગર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય પ્લેસમેન્ટ ફેર સંદર્ભે વર્કશોપનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય ડૉ.વી.સી. નિનામાએ ઉપસ્થિત મહિમાનોનું શાબ્દિક સ્વાગત કરી તાલીમના મહત્વ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું.ડૉ. કે ડી પટેલે પૂર્વભૂમિકા આપી હતી.

વર્કશોપમાં ચિરાગભાઈ નઈ ફાઉન્ડેશન બિઝનેસ મેનેજર તેમજ કુલદીપભાઈ સુથાર મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની જાેબ સંદર્ભે વિશેષ માહિતી આપી હતી. અને ઇન્ટરવ્યૂ અંગે પ્રેક્ટીકલ પણ કરાવ્યું હતું.કો. ઓર્ડીનેટર ડો. પ્રકાશ ગજરે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.