Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોટી ઇસરોલમાં ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિરે ફાગણ બીજનો ઉત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ) મોડાસા,આજરોજ મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે નવનિર્મિત ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિરે ફાગણની બીજનો ઉત્સવ ભારે ઉમંગભેર ઉજવાયો હતો. ભાવિકોએ રામદેવજીનાં અને રણુંજાની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંદિરની પ્રતિષ્ઠા પછી પ્રથમ બીજ ઉત્સવમાં દિવસભર તેમજ રાતના પણ મહિલા મંડળ, મોટી ઇસરોલ દ્વારા નાં ભજન,કીર્તન યોજીને ધામધૂમથી આ બીજ ઉત્સવ મનાવાયો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers