Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઝઘડિયા જિલ્લાનું ગૌરવ

(પ્રતિનિધિ) ભરૂચ, વિરાજને પાવર લિફ્ટિંગ ફર્સ્ટ, ડેડ લિફ્ટિંગમાં ફર્સ્ટ, બેન્ચ પ્રેસમાં સેકન્ડ મેળવી ગુજરાતમાં ભરૂચને ત્રીજું સ્થાન અપાવ્યું છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે રહેતો વિરાજસિંહ જયદેવસિંહ પ્રાકડા ભરૂચ જીલ્લા વતી સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩ માં ભાગ લીધો હતો.

રાજ્યકક્ષાએ યોજાયેલા આ ચેમ્પિયનશિપમાં વિરાજસિંહ પ્રાકડાને પાવર લિફ્ટિંગમાં ફર્સ્ટ રેન્ક ડેડ લિફ્ટ માં ફર્સ્ટ રેન્ક અને બેન્ચ પ્રેસમાં સેકન્ડ રેન્ક મળ્યો હતો.વિરાજસિંહની આ મહેનતના પગલે સ્પોર્ટ્‌સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપમાં ભરૂચને ત્રીજું સ્થાન અપાવ્યું છે.પાવર લિફ્ટ, ડેડ લીફ્ટ અને બેન્ચ પ્રેસ માં વિરાજસિંહે સારું પ્રદર્શન કરી જે સિદ્ધિ હાંસલ કરી છે જેનાથી ભરૂચ જીલ્લાનું ગૌરવ વધ્યું છે.જેથી ઝઘડિયાવાસીઓએ વિરાજસિંહને અભિનંદન પાઠવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers