Western Times News

Gujarati News

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળામાં બે દિવસીય “માતૃભાષા મહોત્સવ” ભવ્યતાથી ઉજવાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતી વાંચન,લેખન,કથન અને અર્થગ્રહણને સમૃદ્ધ કરતી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ ખીલવતી અને વાંચન-લેખન સ્તર સુધારતી સ્પર્ધાઓનું વિશેષ આયોજન કર્યું.જેમાં શાળાના તમામ ૧૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મહોત્સવની સાચી ઉજવણી કરી હતી.જેમાં શિષ્ટ વાંચન,શ્રુત લેખન,અનુલેખન,સાર લેખન,ગદ્યાર્થ ગ્રહણ, નિબંધ લેખન,કાવ્યગાન,ભજન ગરબા ,કહેવતસાર,વાર્તા કથન જેવી સ્પર્ધાઓ દ્વારા પોતાની શક્તિઓ ઉજાગર કરી હતી.જેમાં પ્રથમ દિવસે સ્પર્ધાઓનું આયોજન કરાયું.તો બીજા મુખ્ય દિવસે વિશ્વ માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ .જેમાં હિતેશકુમાર બ્રહ્મભટ્ટે માતૃભાષાનું મહત્વ સમજાવી આપણી સંસ્કૃતિ જીવંત રાખવા હાકલ કરી હતી.નિલેશભાઈ ઝાપડિયાએ લોકગીતો ગાયા..આચાર્ય જયપાલસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રેરક વાત કરી હતી.

આજે વિદ્યાર્થીઓએ કાવ્ય,ભજન-ગરબા અને હાલરડાંની રમઝટ બોલાવી હતી.આજે માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું ગાંધીનગરથી જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા તમામ વિદ્યાર્થીઓએ ખાસ નિહાળ્યું હતું તે વેળા સરપંચ અશ્વીનભાઈવાળંદ, ઉપસરપંચ અશોકભાઈપરમાર ખાસ હાજર રહ્યા હતા.માતૃભાષા મહોત્સવની સ્પર્ધાઓ–શિષ્ટ વાચનમાંહિરલ ભરવાડ અને જયરાજ રાવળ,અનુલેખનમાં કીર્તિરાજ ચૌહાણ અને શ્લોક પટેલ,શબ્દ લેખનમાં જયેશ રાવળ અને શીતલ ભરવાડ, શ્રુત લેખનમાં રીયા રાવળ અને રીદ્ધી રાવળ,સાર લેખનમાં સીમરન મલેક અને ઈસાનખાન ભંડેરી,નિબંધ લેખનમાં દેવાંગ રાવળ,આમેના પઠાણ,ઇર્શાદ પઠાણ અને મહેક મલેક,ગદ્યાર્થ ગ્રહણમાં સનાબાનુ ભંડેરી અને સમીનાબાનુ મલેક,વાર્તા કથનમાં ફરહાનખાન પઠાણ,ભજન-ગરબામાં નવ્યા રાવળ અને આરુષિ પટેલ, કાવ્યગાનમાં માહી રાવળ અને સ્વરા પટેલ, કહેવત સારમાં હેમરાજસિંહ ચૌહાણ અને ધવલ સોઢા વિજેતા થયા હતા.

તે તમામને હિતેશકુમાર બ્રહ્મભટ્ટ તરફથી ઈનામ આપી ખાસ પ્રોત્સાહિત કરાયા હતા.આમ,વાલ્લા પ્રાથમિક શાળામાં માતૃભાષા મહોત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાયો જેને સફળ બનાવવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે આચાર્ય જયપાલસિંહ ઝાલા,નયનાબેન બ્રહ્મભટ્ટ, પિનાકિનીબેન રામી,સેજલબેન પંડ્યા,સતીશભાઈ પટેલ, ર્નિમલભાઈ પટેલ અને નિલેશભાઈ ઝાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.