Western Times News

Gujarati News

જોશીમઠમાં પડેલી તિરાડો અડધો કિમી લાંબી અને ૨ મીટર પહોળી

દેહરાદૂન, રાજ્ય સંચાલિત શ્રી દેવ સુમન ઉત્તરાખંડ યુનિવર્સિટીના ત્રણ એક્સપર્ટની સમિતિ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ સર્વેસમાં જાણવા મળ્યું છે કે, જાેશીમઠમાં ‘૨ મીટર પહોળી અને અડધો કિમી લાંબી તિરાડો છો’.

સરકારી અધિકારીઓએ તિરાડોના પરિમાણોને જાહેર કર્યા હોય તેવું આ પહેલીવાર થયું છે, જેનાથી વિસ્તારની આંતરિક ર્નિબળતા છતી થાય છે. ‘જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા’ માટે યુનિવર્સિટી દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી અને એક્સપર્ટે ૨૫થી ૨૮ જાન્યુઆરીની વચ્ચે તિરાડો અંગે સ્ટડી કર્યું હતું.

પેનલના સભ્યોએ મંગળવારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમએસ રાવતને રિપોર્ટ સોંપ્યો હતો. હવે, તેને ઉત્તરાખંડ સરકારને મોકલવામાં આવશે. પેનલમાં જીયોગ્રાફીના પ્રોફેસર ડીસી ગોસ્વામી, જીયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્રિષ્ના ગોસ્વામી અને અરવિંદ ભટ્ટનો સમાવેશ થાય છે.

મનોહર બાગમા તિરાડો બે મીટર જેટલી પહોળી હતી, જે એક વ્યક્તિ આરામથી ઊભો રહી શકે તેટલી હતી અને ખુલ્લા વિસ્તારોમાં ૩૦૦ મીટર સુધી તેમજ જ્યાં બાંધકામો છે ત્યાં અડધા કિમી સુધી ફેલાયેલી હતી’, તેમ પેનલના અન્ય સભ્ય શ્રીકૃષ્ણ નોટિયાલે કહ્યું હતું, જેઓ જીયોલોજિસ્ટ છે.

આ સ્થળ જાેશીમઠ શહેરની મધ્યમાં રોપવેની નજીક છે. તેને પૂરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે અમે સ્થળની તપાસ કરી ત્યારે તિરાડો ફરી દેખાઈ હતી.

કેટલાક તારણો શેર કરતાં, સમિતિના સભ્યોએ કહ્યું હતું કે ‘એનટીપીસીના ટનલ બોરિંગ મશીન સહિત કુદરતી અને માનવજનિત દબાણના કારણે મોટી માત્રામાં પાણી લિકેજ થયું હતું’. એનટીપીસીએ આ સંકટની સ્થિતિમાં પોતાની ભૂમિકાને નકારી કાઢી હતી.

પેનલે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસાનો વરસાદ જાેશીમઠના ભવિષ્યને નિર્ધારિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. તે શહેરની ‘લોડ બેરિંગ કેપેસિટી’ છે જેને ઘટાડવાની જરૂર છે. આ વિસ્તાર ૪૦ ડિગ્રીના ઢોળાવ પર અસંગઠિત હિમનદી સામગ્રીથી બનેલો છે.

આ જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ફક્ત વધારે પતન તરફ લઈ જશે’, તેમ તેમણે ઉમેર્યું હતું. ‘હકીકતમાં અહીંયા બે પરિબળો છે. જાેશીમઠ ટેકનિકલી રીતે સક્રિય ભૂકંપીય ક્ષેત્રમાં છે. ખાનગી અને સરકારી બાંધકામો દ્વારા માનવજનિત દબાણોએ વર્તમાન સ્થિતિમાં વધારો કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.