Western Times News

Gujarati News

નદીમાંથી મળી ૧૮ કિલોની વિશાળ માછલી

નવી દિલ્હી, દુનિયામાં ઘણા અજીબોગરીબ જીવો છે જેના વિશે જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. કેટલાક પોતાની વિચિત્ર શક્તિઓને કારણે ફેમસ છે તો કેટલાક અન્ય કારણોસર ફેમસ છે. ઘણા જીવો તેમના કદના કારણે પણ ચર્ચામાં આવે છે.

તાજેતરમાં, આવી જ એક વિશાળ માછલી માછીમારોને નદીમાંથી મળી આવી છે જેનું કદ એટલું મોટું છે કે તેમના હોશ ઉડી ગયા છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં, બાંગ્લાદેશમાં માછીમારો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમને પદ્મા નદીમાંથી એક વિશાળ કાટલા માછલી મળી. સામાન્ય રીતે કટલા માછલી ૨ અથવા અઢી કિલો સુધીની હોય છે, પરંતુ બાંગ્લાદેશમાં જાેવા મળતી માછલી ૧૮ કિલોની છે.

લોકોનો દાવો છે કે આટલી ભારે માછલી બાંગ્લાદેશમાં પહેલા ક્યારેય જાેવા મળી નથી, જેના કારણે તેને પોતાનામાં એક રેકોર્ડ કહેવામાં આવી રહી છે. માછીમારો તો ત્યાં સુધી કહે છે કે તે આકાશમાંથી પૃથ્વી પર આવી છે, કારણ કે તેઓએ આ કદની માછલી આ પહેલા ક્યારેય જાેઈ નથી.

મળતી માહિતી મુજબ આ માછલી રાજબારીના ગોલંદામાંથી પકડવામાં આવી છે. આનાથી મોટી કેટલાની માછલી આ નદીમાંથી પકડાઈ નથી. તમને જણાવી દઈએ કે ગુરુદેવ હલદર નામના માછીમારે આ માછલી પકડી હતી. આટલી મોટી માછલીને જાળમાં ફસાયેલી જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુદેવ તેને પોતાની સાથે દોલતડિયા ફેરી ઘાટ ટર્મિનલ પર વેચવા માટે લાવ્યા હતા.

મોહમ્મદ ચંદુ મોલ્લા એક સ્થાનિક વેપારી છે જેણે તેને ખરીદ્યું હતું. રિપોર્ટ્‌સમાં આ માછલીની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ અંદાજ લગાવી શકાય છે કે જાે માછલી આટલી મોટી હોત તો તેની કિંમત ઘણી વધારે હોત.

માછીમારો કહે છે કે હવામાન વધુ ગરમ થઈ રહ્યું છે, અને વરસાદ પણ નથી. જેના કારણે પાણીનું સ્તર નીચે ગયું છે. આ જ કારણ છે કે રુઇ, કટલા, બોલ વગેરે જેવી મોટી સાઇઝની માછલીઓ સરળતાથી પકડાઇ રહી છે. આવી મોટી માછલીઓ માણિકગંજ અને પબના જિલ્લામાંથી મળી આવી હતી. આ પહેલા પણ પદ્મા નદીમાંથી મોટી સાઈઝની હિલ્સા મળી આવી હતી, પરંતુ આટલી મોટી કટલા પહેલા ક્યારેય મળી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.