Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અભિનેત્રી કરીના કપૂરનો લાડલો જેહ બે વર્ષનો થયો

મુંબઈ, ઘણીવાર તમે કોઈને કહેતા સાંભળ્યા હશે કે, બાળકો ખરેખર જલ્દી મોટા થઈ જતા હોય છે! એક્ટર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનનો નાનો દીકરો જેહ પણ આજે (૨૧ ફેબ્રુઆરી) બે વર્ષનો થઈ ગયો છે. જેહની ઉંમર ભલે નાની હોય પરંતુ તેની પોપ્યુલારિટી ભલભલા સેલેબ્સને આંટી મારી જાય તેવી છે.

તેની ક્યૂટનેસ પર લાખો લોકો ફિદા છે અને સોશિયલ મીડિયા પર તેના નામના કેટલાય ફેનપેજ પણ છે. આટલું જ નહીં જ્યારે પણ તે મમ્મી કે આયા સાથે ઘર બહાર નીકળે છે ત્યારે ફોટોગ્રાફર પણ તેની એક ઝલક કેમેરામાં કેદ કરવા મથે છે. આજે તેના બર્થ ડે પર બેબો સિવાય, માસી કરિશ્મા કપૂર અને બંને ફોઈ- સોહા અલી ખાન તેમજ સબા પટૌડી અનસીન તસવીરો શેર કરીને તેને વિશ કર્યું છે.

કરીના કપૂરે જેહને વિશ કરતાં થ્રોબેક તસવીરો શેર કરી છે, જે હંસલ મહેતા સાથેની તેની ફિલ્મના લંડનમાં કરવામાં આવેલા શૂટિંગ વખતે લેવામાં આવી હતી. જેમાં જેહ મૂડમાં હોય તેમ લાગતું નથી અને મમ્મીના ખોળામાંથી ખસવા માટે તૈયાર નથી. જ્યારે બીજી તસવીરમાં તેનું મોં બગડેલું છે.

આ સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘મારો ખોળો છોડવા માટે તૈયાર નથી… આ સ્થિતિ ખૂબ જલ્દી ઊંધી થઈ જશે. હું તને ખરા હૃદયથી પ્રેમ કરું છું, મારા જેહ બાબા! હેપ્પી બર્થ ડે સન. લંડનમાં અમારા ટીએમબી સેટ પર આ કિંમતી ક્ષણોને કંડારવા માટે આભાર @khamkhaphotoartist.

હંમેશા અને વધુ’. ટિસ્કા ચોપરા, સોની રાઝદાન, અમૃતા અરોરા. હર્ષદીપ કૌર સહિતના સેલેબ્સે કોમેન્ટ કરીને જેહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તો બાળક સંભાળવાની સાથે-સાથે કરીના કામ પણ કરી રહી હોવાના ફેન્સે વખાણ કર્યા છે.

માસી કરિશ્મા કપૂરે પણ તસવીર શેર કરી છે. જેમાં તે વ્હાઈટ કલરના કો-ઓર્ડ સેટમાં કાઉચ પર બેઠી છે જ્યારે જેહ તેના ખોળામાં છે, જેણે ડંગરી પહેરી છે અને ક્યૂટ લાગી રહ્યો છે. જેહનું ધ્યાન બીજે ક્યાંક છે અને કરિશ્મા તેના શૂઝની લેસ બાંધી રહી છે. આ સાથે તેણે લખ્યું છે ‘બધું બંધાઈ ગયું છે #herecomes2.

હેપ્પી બર્થ ડે મારા જેહ બાબા, તને સૌથી વધારે પ્રેમ કરું છું’. સોહા અલી ખાને પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની સાથે વાતો અને મસ્તી કરતી જાેવા મળી. એક તસવીરમાં જેહ તેને કંઈક ખવડાવી રહ્યો છે. આ સાથે લખ્યું છે ‘વધારે અદ્દભુત મ્યૂઝિક બનાવતા રહીએ, શ્રેષ્ઠ વાતો કરતાં રહીએ, યમ્મી ફૂડ ખાતા રહીએ અને વિલનની જેમ ચિલ કરતાં રહીએ. લવ યુ જેહ બાબા, બીજા જન્મદિવસની શુભેચ્છા.

સૈફની બહેન સબા પટૌડી ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને પરિવારના બાળકોની થ્રોબેક તસવીરો શેર કરતી રહે છે. જેહના બર્થ ડે પર પણ તેણે આમ કર્યું છે. વિશ કરતાં લખ્યું છે ‘દુનિયા પર રાજ કરજે મારા ડાર્લિંગ જેહ! ભાગ્ય, પ્રેમ અને આશીર્વાદ હંમેશા તારો માર્ગ મોકળો કરતા રહે. લવ યુ માય મંચકિન, હેપ્પી સેકન્ડ બર્થ ડે!’. જણાવી દઈએ કે, જેહનો જન્મ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧માં થયો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers