Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂરના લગ્ન થવાના હતા

મુંબઈ, એ તો બધા જાણે છે કે કપૂર પરિવારની કરિશ્મા કપૂર, અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાની હતી. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ, કંઈક એવું બન્યું કે અભિષેક બચ્ચન અને કરિશ્માની સગાઈ તૂટી તેમજ બચ્ચન અને કપૂર પરિવારના સંબંધોમાં પણ તિરાડ આવી ગઈ.

બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિષેક બચ્ચન પહેલા કરિશ્મા કપૂર, અક્ષય ખન્ના સાથે પ્રેમમાં હતી અને તેઓ લગ્ન પણ કરવાના હતા. આ તે સમય હતો જ્યારે કરિશ્મા કપૂરનું અજય દેવગન સાથે બ્રેકઅપ થયું હતું. કહેવાય છે કે કરિશ્માના પિતા રણધીર કપૂર પણ આ લગ્ન માટે તૈયાર હતા.

તેઓ અક્ષય ખન્નાને પોતાનો જમાઈ બનાવવા માગતા હતા. પરંતુ એક વ્યક્તિની દરમિયાનગીરીના કારણે બધું વેરવિખેર થઈ ગયું. કરિશ્મા કપૂર અને અક્ષય ખન્ના ૧૯૯૦ના દાયકામાં એકબીજાની નજીક આવ્યા હતા. આ નિકટતા ત્યારે આવી જ્યારે અજય દેવગન સાથેના બ્રેકઅપ બાદ કરિશ્મા તૂટી ગઈ હતી. તે દરમિયાન તેને અક્ષય ખન્નાનો સપોર્ટ મળ્યો હતો.

રિપોર્ટ્‌સ અનુસાર, રણધીર કપૂર પણ અક્ષય ખન્નાને પસંદ કરતા હતા. અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂર લગ્ન કરવા માગતા હતા, પિતા રણધીર કપૂરની પણ આવી જ ઈચ્છા હતી.

પરંતુ કરિશ્માની માતા બબીતાએ દરમિયાનગીરી કરી. ઘણાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે માતા બબીતા જ કરિશ્માના આ લગ્ન થાય તેવું ઈચ્છતા નહોતા. બબીતાએ કહ્યું હતું કે તેની પુત્રી કરિયરની ટોચ પર છે અને તેણે હવે લગ્ન ના કરવા જાેઈએ. આ કારણે અક્ષય અને કરિશ્મા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. ત્યારબાદ થોડા વર્ષો પછી કરિશ્મા કપૂરે અભિષેક બચ્ચન સાથે સગાઈ કરી લીધી.

વાત લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ તેઓ પણ લગ્ન ના કરી શક્યા અને અહીં પણ કરિશ્માની માતા બબીતા જ કારણભૂત હતા. રિપોર્ટ્‌સ અનુસાર, બબીતા ઈચ્છતા હતા કે તેમની દીકરીનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત રહે અને તે ફિલ્મોમાં કામ કરવાનું બંધ ના કરે.

પરંતુ બચ્ચન પરિવાર ઈચ્છતો નહોતો કે કરિશ્મા લગ્ન પછી ફિલ્મોમાં કામ કરે. જાે કે સાચું કારણ શું હતું તે હજુ પણ રહસ્ય છે. પરંતુ, અભિષેક બચ્ચન અને કરિશ્મા લગ્ન ના કરી શક્યા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers