Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઈમલી બાદ “કુંડલી ભાગ્ય”માં થશે સુમ્બુલની ધમાકેદાર એન્ટ્રી!

મુંબઈ, બિગ બોસ ૧૬નું ફિનાલે ખતમ થયું તેને એક અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે. એમસી સ્ટેનને વિનર જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે શિવ ઠાકરે ફર્સ્ટ રનર અપ તો પ્રિયંકા ચહર ચૌધરી સેકન્ડ રનર અપ બની હતી.

જ્યારે ‘ઈમલી’ સીરિયલ સાથે છેડો ફાડી વિવાદાસ્પદ રિયાલિટી શોના ઘરમાં એન્ટ્રી મારનારી સુમ્બુલ તૌકીર ફિનાલેના બે અઠવાડિયા પહેલા જ આઉટ થઈ હતી, તે ટોપ ૭માં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. તેના એલિમિનેશનથી ફેન્સ ખૂબ જ નારાજ થયા હતા. જાે કે, હવે તેમના માટે એક ગુડન્યૂઝ છે. વાત એમ છે કે તે ખૂબ જલ્દી એક નવા ટીવી શોનો ભાગ બને તેવી શક્યતા છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, સુમ્બુલ તૌકીર શ્રદ્ધા આર્યા અને શક્તિ અરોરાના શો ‘કુંડલી ભાગ્ય’નો ભાગ બનવાની છે. શોના મેકર્સે તેનો સંપર્ક કર્યો છે જાે કે આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ ન કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ રિપોર્ટ્‌સમાં કરાયો છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, શોમાં ફરીથી લીપ આવવાનો છે.

ગત વર્ષે પણ ‘કુંડલી ભાગ્ય’માં પાંચ વર્ષનો લીપ આવ્યો હતો અને તે સમયે ધીરજ ધૂપરની એક્ઝિટ થતાં ‘અર્જુન’ના રોલમાં શક્તિ અરોરાએ તેને રિપ્લેસ કર્યો હતો. અર્જુનની પ્લાસ્ટિક સર્જરી અને યાદશક્તિ જતી રહી હોવાનું દેખાડવામાં આવ્યું હતું. શો ૨૦૧૭માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. તે દર અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં ટોપ ૫ માં પોતાનું સ્થાન જમાવી રાખે છે.

સુમ્બુલ તૌકીરે બિગ બોસ ૧૬મા ભાગ લેવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું ‘મને પહેલાથી બિગ બોસ પસંદ નથી પરંતુ મારા પિતા ઈચ્છતા હતા કે હું ભાગ લઉં. હું બિગ બોસ જીતું તેમ નહીં પરંતુ શો દરમિયાન જીવનના કેટલાક પાઠ શીખું તેમ તેઓ ઈચ્છતાં હતા.

મેં મારા કરિયરને આગળ વધારવા માટે ભાગ નહોતો લીધો કારણ કે હું પહેલાથી પીક પર છું. મારી જર્ની ઉતાર-ચડાવથી ભરેલી પરંતુ વાસ્તવિક હતી. પરંતુ મને મજા આવી અને તે સૌથી વધારે મહત્વપૂર્ણ છે.

બિગ બોસ ૧૬ની શરૂઆતથી જ સુમ્બુલ તૌકીર ચર્ચામાં હતી, તે શાલિન ભનોતને પસંદ કરવા લાગી હોવાનું કહેવામાં આવતું હતું. કેટલાક ઘરવાળા પણ આ વાત સાથે સમંત થયા હતા અને સલમાને પણ બહાર આવું કંઈ ન દેખાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે જાેરદાર ઝઘડો થયો હતો અને સુમ્બુલ મંડળી સાથે જાેડાઈ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers