Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજેશ ખન્નાની સાથે ૮ વર્ષ લીવ ઇનમાં રહી અનિતા અડવાણી

મુંબઈ, રાજેશ ખન્નાનું જીવન કોઈ ફિલ્મથી ઓછું રસપ્રદ નહોતું. તેમની પોતાની જીવન જીવવાની શૈલી, હિટ ફિલ્મો, સ્ટારડમ, લવ લાઈફ, છોકરીઓમાં અદભૂત ક્રેઝ આ તમામ સાથે મળીને રાજેશ ખન્ના એક અલગ જ જાદુ સર્જતા હતા.

આજે પણ તેમના વિશે કિસ્સાઓના ઢગલા છે અને લોકો ખૂબ જ રસથી સાંભળે છે અને વાંચે છે. રાજેશના જીવનમાં અંજુ મહેન્દ્રુ, ડિમ્પલ કાપડિયા વિશે તો દરેક જણ જાણે છે, પરંતુ બીજી એક મહિલા પણ તેમના જીવનમાં હતી, જેણે પોતાને રાજેશની લિવ-ઈન પાર્ટનર તરીકે ઓળખાવી હતી, જેનું નામ અનિતા અડવાણી હતું.

અનિતા શો બિગ બોસનો ભાગ પણ રહી ચૂકી છે. શો દરમિયાન અનિતાએ કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતી અને શોમાં આવવાથી તેને શાંતિ મળી છે.

રાજેશ ખન્નાના નિધન બાદ અનિતા અડવાણી સાથેના તેમના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. અનિતા દાવો કરતી હતી કે તે રાજેશની ગર્લફ્રેન્ડ છે અને ‘આશિર્વાદ’ માં ઘણા વર્ષોથી અભિનેતા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. રાજેશના મૃત્યુ બાદ તેની પત્નીનો હક્ક મેળવવા માટે ઘણો હોબાળો કર્યો હતો.

રાજેશ ખન્નાના મૃત્યુ પછી અનિતા અડવાણીએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું મારી જાતને રાજેશ ખન્ના સરોગેટની પત્ની કહું છું. હું તેની સાથે આશીર્વાદમાં ૮ વર્ષ રહી, તે દરમિયાન તેમણે મારી પત્નીની જેમ કાળજી લીધી.

અનિતાએ રાજેશના પરિવાર પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તે સમયે લોકો ક્યાં હતા જ્યારે તે એકલતા અને ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યાં હતા. હું તેમની સંભાળ રાખતી હતી, હું તેમના માટે કરવા ચોથ રાખતી હતી. મારે વધુ કયો પુરાવો આપવાની જરૂર છે? અનિતાના આ દાવાઓએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ ડિમ્પલ કાપડિયા અને ટિ્‌વંકલ ખન્ના, રિંકી ખન્નાએ મીડિયા સાથે આ વિશે વાત કરી ન હતી.

અનિતાના આ દાવાઓ પર રાજેશના નજીકના ભૂપેશ રસીનના પુત્ર હર્ષ રસીને કહ્યું હતું કે ‘મેં અનિતાને આશીર્વાદમાં ઘણી વાર જાેઈ છે, તે કાકાજીની મિત્ર હતી, પરંતુ મેં તેને ક્યારેય રાતે રોકાતી જાેઈ નથી. બંને વચ્ચે કોઈ લિવ-ઈન સંબંધ નહોતો. રાજેશ ખન્નાના મૃત્યુ પહેલા પણ અનીતાના નિવેદન સાથે તસવીરો પ્રકાશિત કરવામાં આવી હતી.

અનિતાએ પોતે જ રાજેશ સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો અને કહ્યું કે ‘અમે ખૂબ નજીક છીએ પરંતુ કોઈ બંધન ઇચ્છતા નથી. અમારો સંબંધ ખૂબ જ ખાસ, ઊંડો અને પવિત્ર છે. જે દિવસે અખબારમાં આ વાત છપાઈ, રાજેશ ખન્ના ગુસ્સે થઈ ગયા.

અનિતાને ઠપકો આપ્યો અને સાંજે જ્યારે તે ‘આશીર્વાદ’ પર આવી ત્યારે પાછી જવાનું કહ્યું. રાજેશે પોતે ક્યારેય અનીતા વિશે વાત કરી ન હતી, કે તેની સાથેના સંબંધનો કોઈની સામે સ્વીકાર કર્યો ન હતો. અનિતા વારંવાર કહેતી રહી પણ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નહીં. રાજેશના મૃત્યુ પછી આ સંબંધનું સંપૂર્ણ સત્ય કદાચ જ સામે આવી શકશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers