Western Times News

Gujarati News

Hair Tips : નેચરલ પદ્ધતિથી કરો સ્ટ્રેટ વાળ (Hair Smoothening)

વાળ સિલ્કી, લાંબા અને ચમકદાર હોય એવું દરેક યુવતી ઈચ્છે છે. આ ઉપરાંત આજકાલ યુવતીઓમાં સ્ટ્રેટ વાળનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. આમ જાેવા જઈએ તો Cosmetic Industryમાં એવી ઘણીબધી ટ્રીટમેન્ટ થાય છે જેનાથી વાળને સ્ટ્રેટ કરી શકાય છે, પરંતુ આ બધી ટ્રીટમેન્ટ કેમિકલ બેઝડ છે.

તમે ઘરગથ્થુ ઉપચાર દ્વારા વાળને સ્ટ્રેટ બનાવી શકો છો. એનાથી વાળને કોઈ નુકસાન પણ નહી થાય અને પાર્લરમાં જઈને વધુ રૂપિયા ખર્ચવા પણ નહી પડે.

  • સ્ટેપ-૧ : હેર સ્મૂધનિંગ કરતાં પહેલા વાળને શેમ્પૂથી ધોઈ લો. વાળ ધોવા તમે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરી શકો. વાળને ધોયા પછી ટુવાલ વડે ભીના વાળને કોરા કરો. વાળ હેર ડ્રાયર વગર નેચરલી કોરા થવા દો.
  • સ્ટેપ-ર : વાળ સુકાઈ જાય પછી હેરના અલગ અલગ ભાગ પાડી દો. જેથી વાળમાં ક્રીમ લગાવવામાં સરળતા રહે. હવે વાળનો એક એક પાર્ટ લઈને સ્મૂધનિંગ ક્રીમ વાળમાં લગાવો. આ ક્રીમ સ્કેલ્પમાં લગાવવાનું નથી.
  • સ્ટેપ-૩ : સ્મૂધનિંગક્રીમ એક વખત લગાવવાથી વાળમાં એબ્ઝોર્બ નહી થાય તેથી બીજી વખત ક્રીમ લગાવો. તમારા વાળ જાે બરછટ હશે તો ત્રણ અથવા તેનાથી વધારે વખત કોટિંગ કરવું પડશે. જાે કોટિંગ વ્યવસ્થિત કરવામં નહી આવે તો સ્મૂધનિંગ થશે નહી.
  • સ્ટેપ-૪ : સ્મૂધનિંગ ક્રીમ વાળમાં એક કલાક સુધી રહેવા દો. એ પછી વાળને સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. વાળ ધોયા બાદ ચીકણા લાગતા હોય તો માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરી શકો.
  • સ્ટેપ-પ : હેર વોશ કર્યા બાદ વાળમાં સિરમ કે એલોવેરા જેલ તમે લગાવી શકો છો. પછી હેર સ્ટ્રેટનરથી વાળને સ્ટ્રેટ કરી લો. એનાથી હેર સ્મૂધનિંગ લાંબો સમય સુધી ટકશે. હેર સ્મૂધનિંગમાં ઉત્તમ રિઝલ્ટ મળે એટલે સ્મૂધનિંગ ક્રીમનો ઉપયોગ મહિને એક વખત કરવો.

સ્મૂધનિંગ ક્રીમ બનાવો :

હેર સ્મૂધનિંગ ક્રીમ બજારમાં મળે છે. પણ કેમિકલ ફ્રી હેર સ્મૂધનિંગ ક્રીમ તમે ઘેર બનાવી શકો. ક્રીમ બનાવવા ચારથી પાંચ ચમચી એલોવેરા જેલ લો, એક ચમચી હેર કન્ડિશનર લો. ત્રણથી ચાર વિટામિન ઈ કેપ્સ્યુલ એક ચમચી નારિયેળનું તેલ, આ તમામ વસ્તુઓનું બરાબર મિશ્રણ કરી લો, તમારી હેર સ્મૂધનિંગ ક્રીમ તૈયાર થઈ ગઈ, જયારે હેર સ્મૂધનિંગ કરવાનું હોય ત્યારે આ ક્રીમ બનાવી લો, તેને અગાઉથી બનાવીને ન રાખો.

Hair Tips: Do straight hair with natural method (Hair Smoothening)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.