Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

OMG : ૪૦૦૦ કલાકમાં તૈયાર થયું કિયારાનું સંગીત આઉટફીટ

મુંબઈ, બોલિવૂડના મોસ્ટ ફેવરેટ સેલિબ્રિટી કપલ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ પોતાના નવા-નવા લગ્નને કારણે ચર્ચામાં છે. કપલના લગ્ન ૭ ફેબ્રુઆરી ૨૦૨૩એ રાજસ્થાનના જેસલમેરના ‘સૂર્યગઢ પેલેસ’માં થઈ હતી.

આ કપલના લગ્નની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન કિયારાએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમની સંગીત સેરેમનીના ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે. તસવીરો શેર કરતાં કિયારાએ લખ્યું, ‘તે રાત વિશે કંઈક.. ખરેખર કંઈક ખાસ.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

તસવીરોમાં કપલ ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. સિદ્ધાર્થ બ્લેક અને ગોલ્ડન શેરવાનીમાં રૉયલ લાગી રહ્યો છે અને કિયારા પણ ગોલ્ડન લહેંગામાં કોઈ પરીથી ઓછી નથી લાગતી. કિયારાના ગોલ્ડન લહેંગામાં ફુલ સ્લીવ્સ બ્લાઉઝ હતો, જેમાં એક પ્લંઝિંગ વી નેકલાઈન અને બૅક-રિવીલિંગ ડિઝાઈન હતી.

બ્લાઉઝમાં શિમરી સીક્વિનનું વર્ક હતું, એમ્બેલિશ્ડ લટકણ અને ચોતરફ મણકાથી ગૂંથેલું વર્ક હતું, જેમાં કિયારા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કપલની તસવીરો આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. તસવીરોમાં કપલ એકબીજાને પ્રેમ કરતા જાેવા મશી રહ્યા છે અને બંને એકબીજાની સામેથી પોતાની નજર હટાવી નથી રહ્યા.

તમને જણાવી દઈએ કે કિયારાના આ સુંદર લહેંગાને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ બનાવ્યા હતાં. કિયારાએ ફોટો શેર કર્યા બાદ હવે મનીષની ટીમે પણ કિયારાના આ લુકને લઈને પોતાની ખુલાસો કર્યો છે.

ફ્રી પ્રેસ જર્નલને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડિઝાઇનરની ટીમે જણાવ્યુ હતું કે, “કિયારાએ સંગીતમાં જે ડ્રેસ પહેર્યો હતો તેને તૈયાર કરવામાં ૪,૦૦૦ કલાક લાગ્યા હતાં જેમાં ૯૮,૦૦૦ સ્પાર્કલિંગ સ્વારોસ્કી ક્રિસ્ટલ હતાં. જણાવી દઈએ કે આ પહેલા સિદ્ધાર્થ-કિયારાએ પોતાના લગ્નમાં જે આઉટફીટ પહેર્યુ હતું તેને બનાવવા ૨૦૦ કારીગર કામ પર લાગ્યા હતાં. તેમના વેડિંગ ડ્રેસ ૬,૭૦૦ કલાકમાં તૈયાર થયું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers