Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Bollywood : સુપર બોલ્ડ છે શાહરુખની ઓનસ્ક્રીન દીકરી અંજલિ

મુંબઈ, કુછ કુછ હોતા હૈ’ શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં રાની મુખર્જી, કાજાેલ અને શાહરુખ ખાન વચ્ચે લવ ટ્રાઇએન્ગલ જાેવા મળ્યો હતો.

આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં નાની અંજલિના રોલમાં જાેવા મળેલી સના સઈદને પણ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. સના ફિલ્મમાં શાહરૂખ ખાનની દીકરીના રોલમાં જાેવા મળી હતી. તમે સનાનો આજનો લુક જાેયો? કદાચ સનાને હાલ જાેઈને તમારા માટે પણ ઓળખવું અઘરુ પડી જશે. ફિલ્મના આટલા વર્ષો બાદ સનાનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

તે હવે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આજે અમે તમને તેણીના અમુક ફોટો બતાવવા જઈ રહ્યા છીએ. ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં સના સઈદ અંજલિના રોલમાં જાેવા મળી હતી, તેણીએ પોતાના આ પાત્રથી ખૂબ જ લાઈમલાઈટ પણ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

સનાએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ હતું. ફિલ્મમાં સનાને શાહરુખ ખાન અને કાજાેલની દીકરી અંજલી તરીકે દર્શાવવામાં આવી હતી. તે પાત્ર આજે પણ દર્શકોના દિલોમાં રાજ કરી રહ્યુ છે. વર્ષ ૧૯૯૮માં કરણ જૌહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈની સ્ટોરી અને પૂરી કાસ્ટ પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ફિલ્મમાં નાની અંજલીનું પાત્ર ભજવીને સના સઈદને એક ખાસ ઓળખ મળી હતી. પરંતુ ફિલ્મમાં નાની અંજલિના રોલમાં જાેવા મળેલી સના સઈદ હવે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે.

તેની ફેન ફોલોઇંગ પણ શાનદાર છે. સનાએ પોતાના એક્ટિંગ કરિયરમાં ‘કુછ કુછ હોતા હૈ’ સિવાય ‘બાદલ’ અને ‘હર દિલ જાે પ્યાર કરેગા’માં કામ કર્યુ હતું. આ ફિલ્મોમાં પણ તેણીના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતું.


તેના સિવાય તેણી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૯’માં પણ જાેવા મળી હતી. આ ફિલ્મ બાદ સના ઘણા સમય સુધી એક્ટિંગની દુનિયાથી દૂર રહી. બ્રેસ બાદ સના ‘બાબુલ કા આંગન છૂટે ના’, ‘લો હો ગઈ પૂજા ઈસ ઘર કી’ અને ‘લાલ ઈશ્ક’ જેવા ઘણા ટીવી શોમાં પણ જાેવા મળી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers