Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Weather : આ ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવના

અમદાવાદ, ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની દિશામાં ગતિ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં હાલના સમયમાં બેવડી ઋતુના કારણે લોકોને સમજાતું નથી કે ગરમીથી બચવું કે પછી ઠંડીથી. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જાેર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જાેર વધવાની સંભાવના પણ વ્યકત્‌ કરવામાં આવી રહી છે. દેશમાં ૧૫ માર્ચની આસપાસ જેટલું તાપમાન હોય તેટલું ફેબ્રુઆરી મહિનામાં જ જાેવા મળી રહ્યું છે.

ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આકરી ગરમી પહેલા જ તેનું ટ્રેલર સામે આવી રહ્યું છે.

દેશમાં ૧૫ માર્ચની આસપાસ જેટલું તાપમાન હોય તેટલું ફેબ્રુઆરી મહિનામાં જ જાેવા મળી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આકરી ગરમી પહેલા જ તેનું ટ્રેલર સામે આવી રહ્યું છે. ૨૨મી તારીખે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું હતું. જેમાં અમરેલી અને વલસાડમાં પારો ૩૮ ડિગ્રીએ પહોંચ્યો હતો. જાેકે, અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી રહ્યું હતું. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનું જાેર હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ઓછું છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. મહત્તમ તાપમાન અમદાવાદમાં ૩૫ ડિગ્રી નોંધાયું હતું ત્યારે ગાંધીનગરમાં આ આંકડો ૩૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. જાેકે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન પણ ગાંધીનગરનું ૧૬ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય મહત્તમ તાપમાનની વાત કરીએ તો કંડલા (પોર્ટ), રાજકોટ, મહુવા, વલ્લભ વિદ્યાનગરમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે બુધવારે જણાવ્યું કે, બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમીનો અહેસાસ થશે. જાેકે, આ પછી અઠડિયાના અંતમાં ગરમીનો પારો ઉપર જશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers