Western Times News

Gujarati News

ઇકાર્ટે, ઉત્પાદકો અને રિટેલરો માટે ‘વેરહાઉસિંગ એઝ અ સર્વિસ’ની જાહેરાત કરી

●   ઇકાર્ટએ છેવટ સુધીનું પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ પૂરું પાડીને ભારતના ઇ-કોમર્સ પૂરવઠા ચેઇન અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ માટે એક નવી તક ખોલે છે.

●   બિઝનેસએ તેની મુખ્ય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની સંપૂર્ણ સાયકલને અસરકારક રીતે સંચાલિત કરી શકશે

બેંગ્લુરુ, ઇકાર્ટ, ભારતની સૌથી મોટી પૂરવઠા ચેઇન નેટવર્કમાંની એકએ સમગ્ર દેશના 4પીએલ (ફોર્થ પાર્ટી લોજિસ્ટિટક્સ) ખેલાડી બનવાના ભાગરીપે સમગ્ર દેશના બ્રાન્ડ્સ, ઉત્પાદકો, રિટેલર્સ અને એમએસએમઇસને તેના વેરહાઉસને ઉપલબ્ધ કરાવશે. Ekart, India’s leading Supply Chain network, announces ‘Warehousing as a Service’ for brands, manufacturers and retailers across industries

આ પહેલથી કોઈપણ સાઇઝના ઉદ્યોગની બ્રાન્ડ્સ, ઉત્પાદકો અને રિટેલર્સને ઇકાર્ટના અદ્યતન ટેકનોલોજીથી પરિપૂર્ણ કેન્દ્રોને ફ્લેક્સિબલ, વ્યાજબી તથા સ્કેલેબલ ઇન્વેન્ટરી સ્ટોરેજ ઉકેલ માટે સમર્થ બનાવશે.

ઇકાર્ટની અત્યાધુનિક વેરહાઉસ સર્વિસીસમાં તૈયાર વર્ગમાં શ્રેષ્ઠ વેરહાઉસિંગ સ્પેસ, ઓર્ડર મેનેજમેન્ટ, સંગઠિત લોજિસ્ટિક્સ તથા ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો સમાવેશ થાય છે, જે બ્રાન્ડને તેના બિઝેસને આગળ લઇ જવામાં મદદરૂપ થશે. ઇકાર્ટએ તેના સ્ટોરેજમાં તથા આવશ્યક્તા ધરાવતા વ્યવસાયો જેવા કે, ઉચ્ચ મૂલ્યોની ઇન્વેન્ટરી માટે એક ખાસ ટેમ્પરેચર-કન્ટ્રોલ્ડ જેવી સુવિધા પણ પૂરી પાડશે.

ઇકાર્ટએ સમગ્ર ભારતમાં 20 મિલિયન ચોરસ ફિટથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું પૂરવઠા ચેઇન નેટવર્ક છે. તેની સાથે તેને હરિયાણાના બિલાસપુર, કર્ણાટકના મલુર, મુંબઇના સાંઇધામ તથા ઉલુબેરિયા (પશ્ચિમ બંગાલ)માં 4 સમર્પિત સાઇટ્સ ઓફર કરી છે, સાથોસાથ સમગ્ર ભારતમાં દરેક બિઝનેસીસમાં 17 શેર સાઇટ્સ પણ છે.

ખર્ચાળ વેરહાઉસએ ટ્રાન્સિટ સમય ઘટાડી અને વધુ ઝડપી ડિલિવરી કરીને ગ્રાહકોને તેમની ઓર્ડરની પ્રક્રિયા સરળતાથી કરવામાં મદદ કરે છે. સ્ટેટ-ઓફ-ધ-આર્ટ, ગ્રેડ-એ ફૂલફિલમેન્ટ સેન્ટર્સએ ઓર્ડરની સલામત અને ઝડપી ડિલિવરી માટે સાધનસંપન્ન છે. ઇકાર્ટની ક્ષમતા 80થી વધુ પ્રોડક્ટ્સ શ્રેણીને સંચાલિત કરે છે, જે હવે બ્રાન્ડ માટે પણ પ્રાપ્ય બનશે.

આ જાહેરાત વિશે જણાવતા, મણી ભુષણ, ચીફ બિઝનેસ ઓફિસર, ઇકાર્ટ કહે છે, “ઇકાર્ટ આજે, દેશની સૌથી મોટી પૂરવઠા ચેઇન કંપનીઓમાંની એક છે અને અમે વ્યવસાયને એક સ્કેલ સુધી પહોંચવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજે મોટાભાગના વ્યવસાયએ સમગ્ર ઉદ્યોગ જેમાં ઉત્પાદન ડીટુસી અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની પાસે એક એક શ્રેષ્ઠ ગ્રેડ એ વેરહાઉસને શોધવાની તથા કામગીરી માટે બહુવિધ ભાગીદારો સાથે વ્યવહાર કરવામાં સક્ષમ ન હોવાનો દુઃખાવો છે. અમે અમારી કામગીરી, માળખાકિય સુવિધા તથા ટેકનોલોજી ક્ષમતાનો લાભ લેવા માંગીએ છીએ, જેનાથી બિઝનેસ કરવાની સરળતાની સાથે બિઝનેસની કોસ્ટને પણ ઘટાડે છે તથા દેશની પૂરવઠા ચેઇન ઇકોસિસ્ટમને વધુ મજબુત અને સંરેખિત કરે છે. અમે આશાવાદી છીએ કે, મૂલ્ય સાંકળની અમારી ઉંડી સમજણ અમારા ભાગીદારો માટે માત્ર છેલ્લી માઇલની ડિલિવરી સરળ બનાવશે, એટલું જ નથી, પણ તેમને તેમની મુખ્ય શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે, આમ અર્થતંત્રમાં મોટેપાયે ફાળો આપી શકશે.”

ઇકાર્ટ દ્વારા જે કેટલીક સુવિધા પૂરી પાડવામાં આવે છે, તે નીચે મુજબ છે:

ઓર્ડર મેનેજમેન્ટમાં સમાવિષ્ટ

·         ક્યુસી- આધારીત ઇન્વર્ડિંગ તથા ડિસ્પેચ નિષ્ફળતા ઘટાડવા માટે સ્માર્ટ પેકેજિંગ

·         પેકિંગ ખાતે ક્યુસી, જેથી ડિસ્પેચ કરવામાં આવતી વસ્તુનું મિસ-શિપમેન્ટ તથા નુક્શાન ટાળી શકાય

·         રિટર્ન મેનેજમેન્ટ

લોજિસ્ટિક મેનેજમેન્ટ

·         સક્ષમ વેન્ડર મેનેજમેન્ટ, જે સમગ્ર પૂરવઠા ચેઇનમાં એક સમતોલન જાળવશે

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ

·         રિવર્સેબલ, પ્રક્રિયા હેઠળ કે નકારાયેલી ઇન્વેન્ટરી પર રિયલ ટાઈમ નજર રાખવી

·         ટચપોઈન્ટ અનુસાર ઓછામાં ઓછી ભૂલ માટે સતત ઇન્વેન્ટરી પર ધ્યાન રાખવું

વેલ્યુ એડેડ સર્વિસીસ

·         કપડાની શ્રેણી માટે રિફર્બિશમેન્ટ સેન્ટર્સ તથા ઇલેક્ટ્રોનિક્સ શ્રેણી માટે મૂલ્ય રિકવરી

·         બ્રાન્ડ્સ માટે સેમ્પલિંગ અને માર્કેટિંગની તક, જેનાથી નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળી શકે

·         ગ્રીન પેકેજિંગનો વિકલ્પ

બ્રાન્ડ્સ અને બિઝનેસિસના ઇકાર્ટના વેરહાઉસિંગ સર્વિસને રજૂ કરવાની સાથે બ્રાન્ડ્સએ સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી જેવી કે, ઓટોમેટેડ સ્ટોરેજ અને રિટ્રિવલ સિસ્ટમ, મલ્ટી-ટાયર શેલ્વિંગ, ક્રોસ બેલ્ટ શોર્ટર્સ, સ્પારલ કન્વેયર્સ તથા ડિસ્પેચની નિષ્ફળતાને ઘટાડવા માટે સ્માર્ટ પિકિંગનો સમાવેશ કરવામાં આવે છે.

ઇકાર્ટએ બ્રાન્ડ્સ, પ્લેટફોર્મ્સ અને બિઝનેસીસમાં એક એન્ડ-ટુ-એન્ડ પૂરવઠા ચેઇન તથા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઓફર કરે છે, જેમાં વિતરણ તથા ઉત્પાદનોનું એકત્રીકરણ સમાવિષ્ટ છે. આજે, તેની પાસે પરિપૂર્ણતા અને વર્ગીકરણ કેન્દ્રોનું વિશાળ નેટવર્ક તથા હજારો ડિલિવરી હબ છે. તે દર મહિને સેવા આપી શકાય તેવા સમગ્ર પિન કોડસમાં 120 મિલિયનથી પણ વધુ પેકેજ ડિલિવર્ડ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.