Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઠંડા પાણીમાં પડતા થીજી ગયેલા બાળકના બંધ ધબકારા ચાલુ કરાયા

ઓન્ટારિયો,  કેનેડાના ઓન્ટારિયોમાં બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો તરફથી કરાયેલા મરણિયા પ્રયાસોથી ભરપૂર પ્રશંસા થઇ રહી છે. આ મામલો પોતાનામાં જ અસાધારણ છે. ખરેખર તો આ ઘટના ૨૪ જાન્યુઆરીએ બની હતી જ્યારે પેટ્રોલિયાના એક ડે-કેરમાં ૨૦ મહીનાનું બાળક પાણીથી ભરેલા એક પુલમાં પડી ગયું હતું. અહેવાલ અનુસાર વેલોન નામનું આ બાળક પાણીમાં બેભાન થઇ ગયું હતું અને ૫ મિનિટ સુધી ભીષણ ઠંડીમાં થીજી ગયું હતું.

મેડિકલ ટીમ પહોંચે તે પહેલાં જ આ બાળકના હૃદયના ધબકારા બંધ થઇ ગયા હતા. તેમ છતાં ડૉક્ટરોએ હાર ન માની અને સતત પ્રયાસો કર્યા બાદ બાળકનો જીવ બચાવી લીધો.
અહેવાલ અનુસાર જે પેટ્રોલિયા શહેરમાં આ ઘટના બની તે મેડિકલ સુવિધાઓ અને સંસાધનો મામલે ઘણું પાછળ છે. અહીં મેડિકલ ટીમના સભ્યોએ બાળકને બચાવવા માટે ત્રણ કલાક સુધી સીપીઆર આપ્યું હતું. આ દરમિયાન ડૉક્ટરો-નર્સોએ વારાફરતી બાળકના ધબકારાં પાછા લાવવા માટે પ્રયાસ કર્યા અને તેને શ્વાસ આપ્યો. છેવટે બાળકનો અદભૂત બચાવ થયો.

હોસ્પિટલના એક ડૉક્ટર અનુસાર બાળકને બચાવવાનો શ્રેય હોસ્પિટલની આખી ટીમને જાય છે. અહીંના લેબ ટેક્નિશિયન પોર્ટેબલ હીટર પકડીને ઊભા રહ્યા હતા. નર્સો માઇક્રોવેવથી પણી ગરમ કરીને લાવતી રહી હતી જેથી બાળકને ગરમ રાખી શકાય. લંડનથી પણ એક મેડિકલ ટીમ હોસ્પિટલના ડૉક્ટરો સાથે જાેડાઈ હતી અને તેમને દિશાનિર્દેશો આપી રહી હતી. છેવટે ૬ ફેબ્રુઆરીએ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ બાળકને રજા અપાઈ.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers