Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

One time settlement schemeથી મ્યુનિ.તિજાેરી છલકાઈ

(એજન્સી)અમદાવાદ, શહેરના શાસકો દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી કરદાતાઓ માટે ૧૦૦ ટકા વ્યાજમુક્તિની વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરાઈ છે. આ યોજના તા.૧૪ ફેબ્રુઆરીથી અમલમાં મુકાઈ છે અને તેનો લાભ આગામી ૩૧ માર્ચ સુધી મળનાર છે. જાેકે આ યોજનાને બાકી કરદાતાઓએ ઉમળકાભેર વધાવી લીધી હોઈ છેલ્લા નવ દિવસમાં જ મ્યુનિ.તિજાેરીને રૂ.૬૮.૨૧ કરોડની જંગી આવક થવા પામી છે.

One time settlement scheme flooded the municipal treasury

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા જાહેર કરાયેલી વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ જાે બાકી ટેક્સ કરદાતા એકસાથે વેરો ભરશે તો તેને માત્ર મૂડી જ ભરવાની રહેશે અને વ્યાજ પેટે એક પણ રૂપિયો લેવાતો નથી. એટલે જાે કોઈનો કુલ રૂા.૧૦ લાખનો પ્રોપર્ટી ટેક્સ તંત્રના ચોપડે ઉધાર બોલતો હોય તો તે કરદાતા તેની મુદ્દલ જ એકસાથે ભરીને લાખો રૂપિયાનું વ્યાજ ભરવાથી મુક્તિ મેળવી શકશે. અત્યારે રૂ.ત્રણ હજાર કરોડથી વધુનો બાકી ટેક્સ ચૂકવાયો નથી, જેમાં રૂ.૧૪૦૦ કરોડ તો માત્ર વ્યાજની રકમ છે. એટલે ચેરમેન હિતેશ બારોટ દ્વારા આ કરદાતાઓને રૂ.૧૪૦૦ કરોડની રાહત અપાઈ છે.

આ યોજના હેઠળ તંત્રને ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૧૫.૭૯ કરોડની આવક થઈ છે તેમ મ્યુનિ.રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલ દ્વારા રજૂ કરાયેલ પત્રકથી જાણવા મળ્યું છે. ઉત્તર-પશ્ચિમ ઝોન બાદ પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૧.૮૯ કરોડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનથી રૂ.૧૦.૮૩ કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.૧૦૨૦ કરોડ, મધ્ય ઝોનમાંથી ૬.૮૮ કરોડ, દક્ષિણ ઝોનથી રૂ.૬.૪૯ કરોડ અને ઉત્તર ઝોનથી રૂા.૬.૧૩ કરોડની આવક તંત્રને થવા પામી છે.

છેલ્લા નવ દિવસમાં એટલે કે તા.૧૪ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધીના વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની આવકના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે રૂ.૬૮.૨૧ કરોડની આવકને જાેતાં આગામી ૩૧ માર્ચ સુધીમાં મ્યુનિ.તિજાેરીમાં આવક પેટે રૂ.૪૦૦થી ૪૫૦ કરોડ ઠલાવી શકે તેમ છે. આ દિવસોમાં મ્યુનિ.પ્રોપર્ટી ટેક્સ વિભાગને ગત તા.૧૯ ફેબ્રુઆરીએ સૌથી ઓછી રૂ.૪૮ લાખની આવક અને ૧૭ ફેબ્રુઆરીએ સૌથી વધુ ૧૪.૯૮ કરોડની આવક થઈ હતી. તંત્ર દ્વારા ગઇ કાલે પશ્ચિમ ઝોનની કુલ ૧૪૨ મિલકતનાં પાણી-ગટરનાં કનેક્શન કાપી નખાયાં હતાં, જેના કારણે ડિફોલ્ટર્સમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers