Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઈન્દ્રનીલ સેનગુપ્તાથી સેપરેટ થયાના બે વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી બરખા સેનગુપ્તા?

મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના કપલમાં લગ્નના થોડા વર્ષ પછી અલગ થવું તે કોઈ નવી વાત નથી. એકવાર લગ્નજીવનનો કડવો અનુભવ થયા બાદ કેટલાક સેલેબ્સ પ્રેમ અને લગ્નને બીજી તક આપતાં ડરે છે તો કેટલાક જીવનમાં આગળ વધી જાય છે.

આશરે બે વર્ષ પહેલા ઈન્દ્રનીલ સેનગુપ્તાથી અલગ થયેલી બરખા સેનગુપ્તા ફરી પ્રેમમાં પડી હોય તેમ લાગી રહ્યું છે. એક એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલના રિપોર્ટ પ્રમાણે, ૪૩ વર્ષની આ એક્ટ્રેસ એક્ટર-પ્રોડ્યૂસર આશિષ શર્માને ડેટ કરી રહી છે.

સોમવારે આશિષની બર્થ ડે પાર્ટી હતી અને બરખા ત્યાં કેટલાક મિત્રો સાથે હાજર રહી હતી. કથિત કપલે સાથે ડાન્સ પણ કર્યો હતો. બરખા બિષ્ટ અને આશિષ શર્મા ગત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બરખા એકદમ પ્રાઈવેટ વ્યક્તિ છે અને તેના અંગત જીવન વિશે વાતો થાય તે જરાય પસંદ નથી. તે કોઈ પણ પ્રકારની પબ્લિસિટીથી બચીને રહેવા માહે છે, ખાસ કરીને તેના રિલેશનશિપ માટે. જાે કે, બંને ક્યારેય પણ જાહેરમાં સાથે જવામાં શરમાતા નથી. તેઓ પહેલા મિત્રો છે અને પ્રેમમાં બાદમાં પડ્યા’, તેમ સૂત્રોની માહિતીના આધારે છાપેલા રિપોર્ટમાં લખ્યું છે.

ઈન્દ્રનીલથી અલગ થયા બાદ પણ બરખા તેની અટક પાછળ લગાવી રહી છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા પરથી પણ તેને સેનગુપ્તાા હટાવ્યું નથી.

આ વિશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો, મારા પતિની અટક એટલે લગાવી રહી છું કારણ કે પેપર પર અમે હજી પણ પરિણીત છીએ. જ્યાં સુધી અમે મેરિડ છીએ ત્યાં સુધી સેનગુપ્તા લગાવીશ. જ્યારે અમે ઓફિશિયલી અલગ થઈશું ત્યારે ચેન્જ કરીશ.

૨૦૨૧ના મધ્યમાં જ ઈન્દ્રનીલ અને બરખાના સેપરેશનના સમાચાર સામે આવ્યા હતા, આ પાછળ બંગાળી એક્ટ્રેસ ઈશા સાહા સાથેની એક્ટરની નિકટતાને પણ જવાબદાર માનવામાં આવતી હતી. બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર પણ અનફોલો કરી દીધા હતા.

ઈન્દ્રનીલ તેના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો જ્યારે બરખા દીકરી સાથે રહેતી હતી. શરૂઆતમાં બંનેએ આ વાત નકારી હતી પરંતુ સમય જતાં કબૂલાત કરી હતી.

ઈન્દ્રનીલ અને બરખાની પહેલી મુલાકાત તેમની સીરિયલ ‘પ્યાર કે દો નામઃ એક રાધા ઔર એક શ્યામ’ના સેટ પર થઈ હતી. પહેલા તેઓ મિત્રો બન્યા હતા અને ધીમે-ધીમે પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ ૨૦૦૮માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને એકબીજાથી એકદમ અલગ સ્વભાવ ધરાવતા હોવાનું તે સમયે એક્ટ્રેસે કહ્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers