Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Shalin Bhanot બિગ બોસ બાદ રાક્ષસ બનીને ફેન્સના દિલ જીતશે

મુંબઈ, બિગ બોસ સિઝન ૧૬માં શાલિન ભનોટને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. શાલીન માટે સ્પર્ધક તરીકે શોના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવાનું સૌથી મોટું કારણ પણ આ જ હતું. ભલે શાલીન આ શોનો વિજેતા ન બની શક્યો. પરંતુ તેને હાલ એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે.

અને ટીવી ક્વીન એકતા કપૂરે શાલીનને આ તક આપી છે. જેમાં શાલીનના શોની પહેલી ઝલક પણ સામે આવી છે. હાલમાં જ શાલીનના શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર જાેઈને તમને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ચોક્કસ યાદ આવી જશે. આ સુપરનેચરલ પાવર શોમાં શાલીન સાથે ઈશા સિંહ પણ જાેવા મળશે. આ પહેલા તે ‘ઈશ્ક સુભાનલ્લાહ’ શોમાં જાેવા મળી હતી.

હવે આ શોનો પ્રોમો ખુદ એકતા કપૂરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શાલીનનો શો ‘બેકાબુ’ એક કાલ્પનિક અલૌકિક શો છે. જેમાં બે શક્તિઓ ધરાવતા લોકોની વાર્તા કહેવામાં આવી છે. આમાં શાલીન ભનોટ રાક્ષસના રોલમાં જાેવા મળશે. બીજી તરફ આ સીરિયલમાં ઈશા સિંહ પરીના રોલમાં છે. શાનો પ્રોમો સામે આવ્યો છે. ફેન્સને પણ આ પ્રોમોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

પરંતુ પ્રોમોમાં રાક્ષસ અને પરીની આ પ્રેમકહાણીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના રણબીર કપૂરની હોય તેવું લાગી રહ્યું છે. ઈશા સિંહે હાલમાં આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે સિરિયલ ‘બેકાબૂ’માં બેલા નામની સાદી છોકરીનો રોલ કરી રહી છે. બેલાની અંદર કેટલીક એવી શક્તિઓ છે, જેના વિશે તે પોતે પણ નથી જાણતી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર અભિનેત્રી મોનાલિસા ‘બેકાબૂ’માં પણ જાેવા મળી શકે છે. ‘શાલીન ભનોટ’ના ફેન્સ તેને આ શોમાં જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, શાલીન પોતે બિગ બોસ ૧૬ પછી આ નવા શોમાં એન્ટ્રી કરીને ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે ‘બેકાબૂ’નો પ્રોમો વીડિયો જાેયા બાદ ફેન્સ આ શોના જાેરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ પ્રોમોના ફહ્લઠને પણ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક કહે છે કે શાલીન આ શો માટે યોગ્ય પસંદગી નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers