Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Shehnaz Gill સિંગલ છે અને કોઈને ડેટ કરી રહી નથી

મુંબઈ, શહેનાઝ ગિલ આજે ખૂબ સારુ એવું નામ બની ચુકી છે, પરંતુ આ હસીનાના કરિયરની મુખ્ય શરુઆત સલમાન ખાનના શો બિગ બોસ સિઝન ૧૩થી થઈ હતી.

પોતાના બિન્દા અંદાજ અને મસ્તીભર્યા સ્વભાવના સાથે-સાથે શહેનાઝ ગિલ એક્ટર સિદ્ધાર્થ શુક્લાની ખાસ મિત્ર અને બંનેની જબરદસ્ત કેમિસ્ટ્રીના કારણે પણ જાણીતી હતી. શહેનાઝ અને સિદ્ધાર્થે પોતાની તરફથી ક્યારેય કંઈ નથી કહ્યુ પણ રિપોર્ટ્‌સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતાં. સિદ્ધાર્થ શુક્લાએ અચાનક આ દુનિયાને અલવિદા કહેતા શહેનાઝને ભારે આઘાત લાગ્યો હતો.

જ્યારબાદથી તેણીએ પોતાની પર્સનલ લાઈફને લઈને એક ચુપ્પી સાધી લીધી હતી. હવે, સિદ્ધાર્થ શુક્લાના દેહાંત બાદ, પહેલીવાર શહેનાઝ ગિલ પોતાના બોયફ્રેન્ડ, ડેટિંગ લાઇફ ઇને પ્લાન્સને લઈને નિવેદન આપ્યુ છે. શહેનાઝ ગિલે અમુક સમય પહેલા, પોતાના એક નવા શો ‘દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ’ શરુ કર્યો છે. જેમાં તમામ સ્ટાર્સ પોતાની ફિલ્મો પ્રમોટ કરે છે.

આ શોના એક એપિસોડમાં રકુલ પ્રીત સિંહ આવી હતી. જેની સામે એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે તેણી ફિલહાલ સિંગલ છે અને કોઈને ડેટ કરી રહી નથી. તેનું નામ ઘણાં લોકો સાથે જાેડવામાં આવે છે પરંતુ તેણી કોઈની પણ સાથે નથી. ડેટિંગ અને બોયફ્રેન્ડને લઈને તો એક્ટ્રેસે ક્લિયર કરી દીધું કે તે હાલ આમાં પડવા માંગતી નથી.

જાેકે, એક્ટ્રેસે લગ્નને લઈને પણ ખુલીને વાત કરી છે. તેના શોના લેટેસ્ટ એપિસોડમાં યુટ્યુબર ભુવન બામ આવ્યા હતાં. જેની સામે તેણીએ કહ્યુ હતું કે સિદ્ધાર્થ શુક્લાના દેહાંત બાદ તેનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેણી કહે છે કે કોઈ નથી જાણતું કે આગળ શું થવાનું છે અને એવામાં દરેક વસ્તુ માટે તતેયાર રહેવું જાેઈએ.

શહેનાઝ લગ્ન વિશે વિચારી નથી રહી, તેણી એટલું કામ કરવા માંગે છે કે જ્યારે તેની પાસે કામ ના પણ હોય છતાં કોઈની સામે હાથ ના ફેલાવો પડે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers