Western Times News

Gujarati News

મોડીરાત્રે ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ શિવસેના અને કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ

વહેલી સવારે ૫.૪૭ કલાકે રાજ્યપાલે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું :
સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપની ઉજવણી

 

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના (Maharashtra Assembly election results) પરિણામ જાહેર થતાં જ રાજકીય કાવાદાવા શરૂ થયા હતાં તા.ર૪મી ઓકટોબરે પરિણામ જાહેર થયા બાદ શિવસેના તથા એનસીપી સરકાર રચવામાં નિષ્ફળ જતાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું (President rule after NCP and shivsena) અને ત્યારબાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ રહયું હોવાનું ચિત્ર ઉપસી રહયું હતું.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી પદે અજીત પવારના શપથ ગ્રહણ 

ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે નવી દિલ્હીમાં ખેડૂતોના પ્રશ્નોના બહાને મોદી સાથે (ncp sharad pawar meeting with prime minister narendra modi at new Delhi) કરેલી નિર્ણાયક બેઠક મહારાષ્ટ્ર રાજયમાં સૌથી મોટો સત્તા ફેર પલ્ટા માટે કારણભુત બની છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાંથી એનસીપીના અગ્રણી અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર (ajit pawar of ncp left meeting in between) ચાલુ બેઠકે નીકળી જતાં સૌ કોઈ ચોંકી ઉઠયા હતાં.

એનસીપીમાં ભંગાણ: એનસીપીના અગ્રણી નેતા તથા શરદ પવારના ભત્રીજા અજીત પવાર છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના સંપર્કમાં હતા અને તેમણે એનસીપીના જ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો કર્યા હતા જે સફળ થતા આખરે મહારાષ્ટ્રના રાજકારણમાં નવો જ વળાંક આવ્યો છે. પરિણામ બાદ સૌથી વધુ બેઠકો મળવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય ગતિવિધિ પર નજર રાખી રહયા હતાં

આ દરમિયાનમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવા માટે તૈયાર થતા ભાજપે માસ્ટર સ્ટ્રોક ખેલીને તમામ પક્ષોને ચોંકાવી દીધા હતાં. આજે સવારે લોકો ઉંઘમાંથી ઉઠયા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના તથા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેતા જાવા મળ્યા હતાં જેનાથી કોંગ્રેસના તથા શિવસેનાના નેતાઓ ચોંકી ઉઠયા હતાં.

અજીત પવાર સાથે એનસીપીના ૩૦થી વધુ ધારાસભ્યો છે અને શરદ પવાર અજીત પવારની સાથે નહી હોવાનું જણાવતા જ હવે એનસીપીમાં ભંગાણ નિશ્ચિત બન્યું છે. જાકે આ તમામ પ્રક્રિયામાં રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા શરદ પવારના આ સમગ્ર ઘટનાક્રમમાં અજીત પવારને પોતાના આર્શિવાદ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહયા છે હવે પછી એનસીપીના ધારાસભ્યો અલગ જૂથ બનાવે છે કે ભાજપમાં જ જાડાઈ જાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આ ઉપરાંત અપક્ષ ૧પ ધારાસભ્યો પણ ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે.

આ દરમિયાનમાં આજે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે રાજભવન પહોંચી જઈ સરકાર રચવાનો દાવો કરતા મહારાષ્ટ્રના રાજયપાલે (Maharashtra Governor revoke president rule on saturday early morning) સવારે પ.૪૭ વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટાવી દઈ સરકાર રચવા માટે આમંત્રણ આપતા જ સવારે ૮.૦૦ વાગ્યે ભાજપના અગ્રણી દેવેન્દ્ર ફડણવીસે પુનઃ મુખ્યમંત્રી પદના તથા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેના અને કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ છે.

ભાજપ સાથે વર્ષોથી એનડીએમાં જાડાયેલી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રી પદની માંગને લઈ મહારાષ્ટ્રમાં શિવસેનાને ડુબાડી દીધી છે અને મહારાષ્ટ્રમાં આજે સવારથી જ ફરી એક વખત ભાજપની સરકાર રચાતા સમગ્ર રાજયમાં તેની ઉજવણી શરૂ કરી દેવાઈ છે.

બીજી બાજુ શરદ પવારે આ સમગ્ર પ્રક્રિયા અંગે જણાવ્યું છે કે આ નિર્ણય અજીત પવારનો છે એનસીપીને તેની સાથે કોઈ લેવા દેવા નથી. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અજીત પવારને એનજીપીના ૩૦થી વધુ ધારાસભ્યોનો તથા ભાજપને ૧પથી વધુ અપક્ષ ધારાસભ્યોનો ટેકો મળેલો છે તેથી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાઈ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના ગઠબંધન ભાજપ અને શિવસેનાને બહુમતી મળી હતી પરંતુ શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ કરતા ભાજપે આ માંગણી ફગાવી દીધી હતી

જેના પરિણામે શિવસેનાએ સૌ પ્રથમ એનસીપી અને ત્યારબાદ કોંગ્રેસ સાથે સંપર્ક સાધ્યો હતો. જાકે પ્રારંભમાં શિવસેના સરકાર રચવામાં નિષ્ફળ નીવડી હતી જેના પરિણામે મહારાષ્ટ્રના રાજયપાલે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધુ હતું.

ત્યારબાદ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે તડજાડની નીતિ શરૂ થઈ હતી. શરદ પવાર તથા સોનિયા ગાંધી વચ્ચે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. જાકે કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ શિવસેનાને ટેકો આપવાની તરફેણમાં ન હતાં જેના પરિણામે કોકડુ વધુ ગુંચવાયુ હતું.

દરમિયાનમાં સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે રાત્રે મુંબઈમાં નિર્ણાયક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય પક્ષોના નેતાઓ હાજર હતાં.

મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી રાજકારણ ગરમાયુ હતું આ દરમિયાનમાં એનસીપીના નેતા શરદ પવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી અને આ બેઠક નિર્ણાયક સાબિત થઈ છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં શરદ પવાર કોંગ્રેસના અહેમદ પટેલ તથા શિવસેનના ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ હાજર હતાં આ બેઠકમાંથી અજીત પવાર થોડીજ મીનીટોમાં નીકળી ગયા હતાં.

જાકે ત્યારબાદ મોડે સુધી બેઠક યોજાઈ હતી આ દરમિયાનમાં અજીત પવાર રાત્રે સીધા જ એનસીપીના ધારાસભ્યો સાથે પહોંચી ગયા હતા. એક બાજુ ત્રણેય પક્ષોની બેઠક ચાલી રહી હતી ત્યારે બીજીબાજુ અજીત પવારની એનસીપીના ધારાસભ્યો સાથે બેઠક ચાલતી હતી આ બેઠક પૂર્ણ થયા બાદ વહેલી સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં ચોંકાવનારી ગતિવિધિ બહાર આવી હતી.

સવારે પ.૩૦ વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતા તથા શરદ પવારના ભત્રીજા અજીત પવાર રાજભવન પહોંચી ગયા હતાં. વહેલી સવારે ફડણવીસ અને અજીત પવારે રાજયપાલને મળી સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો જેના પગલે સૌ પ્રથમ રાજયપાલે આ અંગે રાષ્ટ્રપતિને જાણ કરી હતી અને તેમની સહમંતિથી સવારે પ.૪૭ વાગ્યે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લીધું હતું.

શિવસેના અને કોંગ્રેસના નેતાઓ ઉંઘતા ઝડપાયા હતાં અને બીજીબાજુ મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ ગઈ હતી. બંને નેતાઓએ દાવો રજુ કરતા જ રાજયપાલે સરકાર રચવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે જણાવાયું હતું. સવારે ૮.૦૦ વાગ્યે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લેતા જ સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણમાં નાટકિય વળાંક આવ્યો હતો અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પદે અજીત પવારે શપથ લીધા હતાં.

મુખ્યમંત્રી પદ ના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ રાજય છે અને આ રાજયમાં Âસ્થર સરકાર જરૂરી છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જયારે અજીત પવારે જણાવ્યું હતું કે પરિણામ જાહેર થયા બાદ આજ દિન સુધી સરકાર ન રચાતા મહારાષ્ટ્રને મોટુ નુકસાન થઈ રહયું હતું ખાસ કરીને ખેડૂતો તથા સામાન્ય નાગરિકોના પ્રશ્નો ખૂબ જ વિકટ બનવા લાગ્યા હતાં આ પરિસ્થિતિમાં  મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની સરકારના બદલે Âસ્થર સરકાર રચાય તે જરૂરી હતી તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.