Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોડાસામાં ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સ્થાપના દિને આનંદોત્સવની ઉજવણી રંગેચંગે સંપન્ન

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં કેળવણી.ક્ષેત્રે એકધારી પ્રગતિ સાધી રહેલ ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા ૬૪ મા વર્ષમાં મંગલપ્રવેશ કરી રહેલ છે ત્યારે તા.૨૩/૨/૨૦૨૩ ના રોજ સ્થાપના દિનની ઉજવણી આનંદોત્સવ તરીકે ભવ્ય રીતે કરવામાં આવી હતી.

આ આનંદોત્સવના આ અવસરે મુખ્ય મહેમાન અને ઉદ્‌ઘાટક તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાર્ટીના કાર્યકારી કુલપતિશ્રી ર્ડા.રોહીતકુમાર દેસાઈએ ઉપસ્થિત રહી પ્રેરક સંબોધન કર્યું હતું તેમજ સંસ્થાના મુખપત્ર મામનું વિમોચન પ્રસિધ્ધ યુવા કવિ, લેખક તેમજ મુખ્ય વક્તા અંકિત ત્રિવેદી ધ્વારા કરવામાં આવ્યું હતું. સમારભના અધ્યક્ષ તરીકે પ્રમુખશ્રી નવિનચંદ્ર મોદી ઉપસ્થિત રહેલા આ પ્રસંગે સંસ્થામાં સેવા આપી નિવૃત્ત થયેલ પરિવારજનોનું તેમજ સંસ્થાને આર્થિક યોગદાન આપનાર દાતાઓનું મોમેન્ટો, શાલ, બુકથી બહુમાન કરવામાં આવેલું, તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રોફેસરો, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓનું મોમેન્ટો, મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી મહાસુખભાઈ, શ્રી પંકજભાઈ બુટાલા, ઉપપ્રમુખશ્રી મહેમનોમાં, સુભાષભાઈ, કાંતિકાકા, જગદીશભાઈ ગાંધી, ભાવેશભાઈ શાહ તેમજ માનદમંત્રી ડો.ઘનશ્યામભાઈ, અરવિંદભાઈ મોદી, પરેશભાઈ મહેતા, વિરેનભાઈ પ્રજાપતિ, રમેશભાઈ શાહ, ધ્રુવકુમાર મહેતા, પૂર્વ પ્રમુખ ડૉ.મુકુન્દભાઈ શાહ તેમજ માજુમના કન્વીનર પ્રિ.ડા.સુધીર જાેષી, સહકન્વીનર પ્રિ.ડી અલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers