Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપીના ૨૩ મા વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી

(પ્રતિનિધિ) વાપી, આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા. ૨૧/૦૨/૨૩ ના રોજ ૨૩ માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ એ આખા વર્ષ દરમ્યાનની થયેલ પ્રવૃત્તિઓનો અરિસો ગણી શકાય જ્યાં અમારી સંસ્થાના તારલાઓ જેવા વિદ્યાર્થીઓ વિવિધ સિદ્ધિઓ દ્વારા ચમકી ઉઠે છે. તેમજ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અર્થે પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના Chief Gust IAS Smt.Kshipra.Agre ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શિવસ્તુતિ નૃત્ય દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી.ત્યાર બાદ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ દ્વારા મહેમાનશ્રીઓનું પુષ્પો ગુચ્છ તેમજ સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક વિચારધારા ઉપર આધારિત તથા વિવિધ સંસ્કૃતિ ઉપર અલગ-અલગ પ્રકારની કૃતિઓ રજુ કરી હતી. જેમાં કચ્છ ની સંસ્કૃતિ આધારિત ગરબો, આદિવાસી નૃત્ય, નૃત્ય નાટીકા, વુમન એમ્પાયરમેન્ટ પર થીમ ડાન્સ, વિવિધ દેશભાવના પર આધારિત નાટકો અને નૃત્યો રંગમંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાસિલ કરેલ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , વાલીઓ, શિક્ષકો તથા આર.કે.દેસાઈ કોલેજના પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ ,ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. શીતલ ગાંધી તથા આચાર્ય ડો.પ્રીતિબેન ચૌહાણ, ઇન્ચાર્જ આચાર્ય ડો.મિત્તલ શાહ, ડો.અમી ઓઝા તેમજ કોલેજના સર્વ અધ્યાપકોએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers