Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ચૂંટણી પૂરી થતાં જ પ્રજા ભૂલાઈ ગઈ : અમિત ચાવડા

ગાંધીનગર, ગુજરાત રાજ્યના નાણામંત્રીએ આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ બજેટ પર કોંગ્રેસ પક્ષની પહેલી પ્રિતિક્રિયા સામે આવી હતી. વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ચુંટણી પુરી થયા બાદ સરકાર જનતાને ભુલી ગઈ છે.

નવી ચૂટાયેલી ભાજપ સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેના પર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે રાજ્યમાં ૧૫૬ સીટો ધરાવતી સરકાર બની છે ત્યારે અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે અમૃત આવ્યુ ન હતું. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે ખેડૂતોને જે આશા હતી કે તેમની આવક બમણી થશે પણ આ બજેટમાં તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ થઈ જશે. આ ઉપરાંત ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની પણ કોઈ જાેગવાઈ નથી. ગુજરાતના યુવાનોને નવી ભરતી અને રોજગારની અપેક્ષા હતી પણ સરકારે કોઈ આયોજન કે રોજગાર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી તેમ તેણે જણાવ્યુ હતું. રાજ્યમાં વધી રહેલી મોંધવારી મુદ્દે અમિત ચાવડાએ કહ્યુ હતું કે રાજ્યના બજેટમાં મોંધવારી ઘટાડવા માટે કોઈપણ જાેગવાઈ નથી એટલે મધ્યમ વર્ગને આ બજેટથી નિરાશા અનુભવશે.

ગુજરાત રાજ્ય દેવામાં છે પણ એની કોઇ વાત નથી કરતુ અને મોટા મોટા આંકડાની માયાજાળ રચાવામાં આવે છે. સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ કર્મચારીઓને જે વચનો આપ્યા હતા તે પણ આ બજેટમાં પૂરા કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાતના અલગ કર્મચારીની માંગોને સંતોષવામાં આવી ન હતી અને આશા વર્કર બેન, આંગણ વાડી બહેનો તેમજ ફિક્સ પગારદારોને જે માંગણીઓ હતી તે સરકારે પુરી કરી નથી. ચૂંટણીમાં જે સ્વપ્નો બતાવાયા હતા તે ઠાલા નીવડ્યા છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers