Western Times News

Gujarati News

ઉત્તર કોરિયાએ એક સાથે ૪ મિસાઈલના પરીક્ષણ કર્યા

કીમ, ઉત્તર કોરિયાએ એકસાથે ચાર મિસાઇલોના પરીક્ષણ કરી જવાબી પરમાણુ હુમલો કરવાની તેની ક્ષમતા દર્શાવી દીધી છે. ઉત્તર કોરિયાના મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાએ દુશ્મન દેશો પર પરમાણુ હુમલા કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

માહિતી અનુસાર આ કવાયતમાં કોરિયન પીપલ્સ આર્મીના ઓપરેશનલ સ્ટ્રેટેજિક ક્રુઝ મિસાઈલ યુનિટ સામેલ હતું જેણે ગુરુવારે ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-૨’ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અહીં સૈન્ય અભ્યાસની કવાયત પણ કરવામાં આવી હતી. ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોએ ૨,૦૦૦ કિમી (૧,૨૪૨.૭ માઇલ) દૂર સુધી આવેલા લક્ષ્ય પર ૧૦,૨૦૮ સેકન્ડ અને ૧૦,૨૨૪ સેકન્ડ વચ્ચે સચોટ નિશાન સાધ્યું હતું. જાેકે દક્ષિણ કોરિયા અથવા જાપાન દ્વારા આ મિસાઇલોના પરીક્ષણો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, જે દરેક વખતે ઉત્તર કોરિયાના પરીક્ષણોની સચોટ માહિતી જાહેર કરે છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.