Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દમામ જતા વિમાનનું તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

તિરુવનંતપુરમ, આજે બપોરે કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર અફરાતફરી વાળો માહોલ જાેવા મળ્યો હતો. કાલિકટથી દમામ જઈ રહેલા એક વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટને ડાયવર્ટ કર્યા બાદ તરત જ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટને ૧૨.૧૫ કલાકે એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાનમાં લગભગ ૧૮૨ મુસાફરો સવાર હતા. જાેકે, કોઈ મુસાફરને નુકસાન થયું નથી. પાયલોટને રસ્તાની વચ્ચે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ ફ્લાઈટને તિરુવનંતપુરમ તરફ વાળવામાં આવી હતી. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers