Western Times News

Gujarati News

જીલ્લા પંચાયતના પ્રમુખોના પગારમાં સરકાર વધારો કરશે

માસિક પગાર રૂ.૩૩૦૦ અને રૂા.૮૦ હજાર ર્વાષિક ભથ્થું મળે છે

ગાંધીનગર, ગયા સપ્તાહે મુખ્યમંત્રીએ અરાજયના જીલ્લા પંચાયતના પ્રમુખો અને ચંુંટાયેલા હોદેદારો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં જીલ્લા પંચાયતના પ્રમુખો અઅને ઉપપ્રમુખોએ તેમને મળતા પગાર ભથ્થામાં વધારો કરવામાં આવે તેવી માગણી મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. The government will increase the salary of Jilla Panchayat presidents

તેમણે જણાવ્યું હતું કે, હાલ તેઓએ માસિક રૂા.૩૩૦૦ પગાર પેટે અને ર્વાષિક ભથ્થા તરીકે રૂ.૮૦, હજાર મળે છે. તે સંદર્ભે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ દર્શાવીને તેમના પગાર ભથ્થામાં વધારો કરવાનું મંજુર રાખ્યું છે.

પ્રમુખોએ આ સાથે મુખ્યમંત્રી સમક્ષ એવી માગ પણ મુકી હતી કે, અગાઉ જમીન બિનખેતી કરવાની સત્તા જીલ્લા પંચાયતો પાસે હતી, તે કલેકટરોને આપવામાં આવી છે, પંરતુ હવે આ સત્તા જીલ્લા પંચાયત પ્રમુખોને પરત કરવામાં આવે. આમ કરવાથી જીલ્લા પંચાયતની આવકમાં વધારો પણ થઈ શકશે. અને પંચાયત પોતાના ખર્ચનો નિભાવ સારી પેઠે કરી શકશે.

જાે કે, મુખ્યમંત્રીએ આ મુદે પ્રમુખોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ કિસ્સામાં સરકારે ખાસ કાયદો બનાવ્યો હોવાથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

મુખ્યમંત્રીએ પંચાયતના ચુંટાયેલા હોદેદારોને સુચના આપી હતી કે, સરકારના યુએનડીપી હેઠળ નકકી કરાયેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પંચાયતોમાં નિયત સમયે મર્યાદા નકકી કરીને તે માટે કામ કરવું જાેઈએ. સરકારના બજેટમાંથી ફાળવાયેલા નાણાનો મહત્તમ સદુપયોગ કરીને ગ્રામીણ લોકોની સુખાકારી વધે અને જીવનધોરણ ઉચું આવે તે મુજબ પોતાની કાર્યપ્રણાલી બનાવવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.