Western Times News

Gujarati News

ખેડૂતને માર્કેટમાં 512 KG Onionના ફક્ત 2 રૂપિયા મળ્યા

મુંબઈ, દેશમાં ખેડૂતોની હાલતથી કોણ પરિચિત નથી. પાકનું યોગ્ય વળતર ન મળવું, જમીન ઉપજાઉ ન હોવી, ખાતરના ભાવ અને એવા તો કેટલાય કારણો છો, જે ખેડૂતોની સમસ્યાને ઓછી થવા દેતું નથી. આવો જ એક ખેડૂતની બદકિસ્મતીનો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે.The farmer got only Rs 2 for 512 KG Onion in the market

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બોરાગાંવમાં ૫૮ વર્ષિય ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચવને પોતાની ડુંગળી વેચવા માટે હાલમાં ૭૦ કિમી દૂર ગયા હતા. તેઓ APMCમાં મંડીમાં આવ્યા હતા, સાથે તેઓ ૫૧૨ કિલો ડુંગળી લઈને આવ્યા હતા.

જાે કે, અહીં ડુંગળીના સારા ભાવ ન મળતા તેઓ નારાજ થઈ ગયા હતા. તુકારામને ડુંગળીના ભાવ ફક્ત ૧ રૂપિયે કિલો મળ્યો હતો. ૫૧૨ કિલો ડુંગળી વેચવા અને ગાડીનું ભાડૂ તથા મજૂરી કાઢતા તુકારામને ફક્ત ૨ રૂપિયા મળ્યા હતા. તુકારામને ૨.૪૯ રૂપિયાનો ચેક મળ્યો.

ચેક પણ પોસ્ટ ડેટેડ એટલે કે, ચેક આપીને આપ ૧૫ દિવસ બાદ બેન્કમાંથી રોકડ ઉપાડી શકશો. કારણ કે, બેન્કમાં પૈસાને કાઉન્ટ કરતા નથી, તેથી ૨ રૂપિયા ૪૯ પૈસાને રાઉન્ડ ફિગર કર્યા અને તુકારામને ભાગમાં ફક્ત ૨ રૂપિયા આવ્યા.

જાે તુકારામને આ રૂપિયા જાેઈતા હોય તો, તેમને ટ્રેડર પાસેથી ચેક લઈને બેન્કમાં જમા કરાવવા પડશે. જાે કે, તુકારામે ડુંગળીના બદલામાં રૂપિયા લેવાની ના પાડી દીધી. તુકારામે કહ્યું કે, આ પૈસાની કોઈ જરુર નથી. આ પૈસાથી તેમને કોઈ ફર્ક નથી પડતો.

૩-૪ વર્ષથી બિયારણ, ફર્ટિલાઈઝર, કીટનાશકના ભાવ ડબલ થઈ ગયા છે. આ વર્ષે ફક્ત ૫૦૦ કિલો ડુંગળી ઉગાડવામાં મારે ૪૦ હજારનો ખર્ચ આવ્યો. માર્કેટમાં ફક્ત ૧ રૂપિયે કિલો ડુંગળી વેચાઈ. ૫૧૨ રૂપિયા મળ્યા. તેમાંથી ટ્રાંસપોર્ટેશન ચાર્જ, લોડીંગ ચાર્જ ૫૦૯ રૂપિયા કપાઈ ગયા. તુકારામની ડુંગળી ખરીદનારા વેપારીએ કહ્યું કે, અમે ચેક અને રસીદ આપવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે.

તેથી તુકારામને ચેક મળ્યો છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, અગાઉ પણ આટલી નાની રકમના ચેક આપવામાં આવ્યા છે. સાથે જ વેપારીએ કહ્યું કે, તુકારામ જે ડુંગળી લઈને આવ્યા છે, તેની ખરાબ ક્વાલિટી છે, તેના કારણે તેમને આવો ભાવ મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.