Western Times News

Gujarati News

Accident:ટ્રકની ટકકરથી બે બસ ખાઈમાં પડી:50 ઘાયલ

તમામ જીલ્લાઓમાં 300-300 બસોમાં લોકોને ભરીને લાવવાનો ટાર્ગેટ અપાયો હતો. મહાકુંભનો કાર્યક્રમ પુરો થયા બાદ તમામ બસો પરત ફરી રહી હતી.

સિધી (મધ્યપ્રદેશ) અહી ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે શુક્રવારે રાત્રે એક ખોફનાક માર્ગ અકસ્માતમાં 17 મુસાફરોનાં મોત થયા હતા. જયારે 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી 10 ની હાલત ગંભીર છે. સીમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા બેકાબુ બનેલ ટ્રક ત્રણ બસો સાથે ટકરાતા બે બસ ખીણમાં ખાબકી હતી

અને એક બસ હાઈવે પર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માત અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સતનામા આયોજીત કોલ જનજાતિનાં મહાકુંભમાં ભીડ એકઠી કરવા વિંધ્ય ક્ષેત્રનાં તમામ જીલ્લાઓમાં 300-300 બસોમાં લોકોને ભરીને લાવવાનો ટાર્ગેટ અપાયો હતો. કાર્યક્રમ પુરો થયા બાદ તમામ બસો પરત ફરી રહી હતી.

 

ટનલથી એક કિલોમીટર દુર સિધી જીલ્લાના ચુરહટ પોલીસ સ્ટેશન વિસ્તારના બરખાક ગામ પાસે ત્રણ બસો થોડા સમય માટે ચા-નાસ્તા માટે રોકાઈ હતી. દરમ્યાન બ્રેક ફેલ થવાથી બેકાબુ બનેલા સીમેન્ટ ભરેલા એક ટ્રકે આ ત્રણેય બસને ટકકર મારતા બે બસો 10 ફૂટ ઉંડી ખાઈમાં ખાબકી હતી. જયારે અન્ય બસ પલટી ખાઈ ગઈ હતી. ત્રણેય બસોમાં 50 થી 60 મુસાફરો સવાર હતા.

આ ભયાનક અકસ્માતમાં 17 મુસાફરોનાં મોત થયા છે અને 40 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં 10 ની હાલત ગંભીર છે ઘાયલોને રીવાની સંજય ગાંધી હોસ્પીટલમાં ખસેડાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતકોનાં પરિવારજનોએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 10-10 લાખની સહાય જાહેર કરી છે.

જયારે ગંભીર ઘાયલોને 1-1 લાખની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સિધીનાં સાંસદ રીતિ પાઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા કમલનાથ અજયસિંહે આ દુર્ઘટના પર શોક વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.