Western Times News

Gujarati News

Joyalukkas પર EDની કાર્યવાહી,305 કરોડની સંપતિ જપ્ત

કંપની દ્વારા હવાલાના માધ્યમથી મોટી રોકડ રકમ દુબઈ ટ્રાન્સફર કરવાના મામલામાં કાર્યવાહી કરાઈ

નવી દિલ્હી,  EDએ શુક્રવારે જવેલરીનાં વેપારી કેરળના ગ્રુપ જોય લુકકાસના માલીક જોય અલ્લુકાસ વર્ગીસ (Alukkas Varghese Joy, MD of Joyalukkas, )ની 305 કરોડની સંપતિ જપ્ત કરી હતી. કંપનીએ હવાલા મારફતે દુબઈમાં ભારે માત્રામાં કથિત રીતે રોકડ ટ્રાન્સફર કરવાના મામલામાં ફેમા કાયદા અંતર્ગત ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ED searches assets related to #Joyalukkas India chairman.

તપાસ એજન્સીએ 22 ફેબ્રુઆરીએ ત્રિશુર મુખ્યાલયવાળા સમુહનાં અનેક પરિસરોમાં તલાસી લીધી હતી. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી સંપતીઓમાં 33 અચલ સંપતિઓ (81.54 કરોડ રૂપિયાના મુલ્યની) સામેલ છે.

જયારે 5.58 કરોડ રૂપિયાની ત્રણ એફડી જમા રકમ અને જોય લુકકાસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (મુલ્ય 217.81 કરોડ રૂપિયા)ના શેર પણ જપ્ત કરાયા છે. આ સંપતિઓનું કુલ મુલ્ય 305.84 કરોડ રૂપિયા છે.

ED action on Joyalukkas 305 crore assets seized


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.