Western Times News

Gujarati News

૧ એપ્રિલથી NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાશે

નવી દિલ્હી, તમારે તમારા પૈસાની અચાનક જરૂર પડી છે અને તમે તમારા બચત ખાતા PFRDA અને નેશનલ પેન્શન સિસ્ટમ સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ ૧ એપ્રિલથી લાગુ થશે. આ નિયમ હેઠળ કેટલાક દસ્તાવેજાે આપવા ફરજિયાત રહેશે.

૨૨ ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા પરિપત્ર કહેવામાં આવ્યું છેકે ખાતેદારોને કેવાયસી દસ્તાવેજાે આપવા ફરજિયાત રહેશે. PFRDAના નોડલ અધિકારીઓ અને સબસ્ક્રાઇબર્સને આ દસ્તાવેજાે ફરજિયાત અપલોડ કરવાની ખાતરી કરવા જણાવ્યું છે.

જાે આ દસ્તાવેજાેમાં કોઈપણ પ્રકારની ભૂલ જાેવા મળે છે, તો એનપીએસના પૈસા રોકી શકાય છે. પેસા ઉપાડ કરતા પહેલા, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમે એનપીએસ ઉપાડ ફોર્મ અપલોડ કર્યું છે કે નહીં. ઉપાડના ફોર્મમાં માહિતી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવા અનુસાર ભરવાની રહેશે. બેંક ખાતાના પુરાવા, પાન અથવા કાયમી નિવૃત્તિ ખાતા નંબર કાર્ડની નકલ પણ હોવી જાેઈએ. જાે આમાંથી કોઈ પણ દસ્તાવેજ અપલોડ ન થાય તો એનપીએસમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં.

દસ્તાવેજાે આ રીતે અપલોડ કરી શકો છો
– સીઆરએ સિસ્ટમ પર દસ્તાવેજાે અપલોડ કરવા માટે લોગિન કરો.
– ઈ-સાઈન ઓટિપી વેરીફાઈના આધારે લોગિન માટે વિનંતી મોકલી શકે છે
– સરનામું, બેંક વિગતો નોમિની વિગતો જેવી માહિતી ઓટો અપલોડ કરશે
– ત્યાર બાદ સબસ્ક્રાઇબરે વાર્ષિકી રકમ અને વિગતો પસંદ કરવાની રહેશે.
– ત્યાર બાદ તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવાનું રહેશે
– સાથે ઓળખ અને સરનામાના પુરાવા, પાન કાર્ડ અને બેંકના પુરાવા તરીકે કેવાયસી દસ્તાવેજાે અપલોડ કરવા માટે પણ વિનંતી કરો.
– દસ્તાવેજ અને ફોટોગ્રાફ સ્કેન કરેલા હોવા જાેઈએ
– સબ્સ્ક્રાઇબર આધારની મદદથી ઓટીપી પ્રમાણીકરણ અને ઈ-સાઇનનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
– એનપીએસમાંથી પૈસા ઉપાડવાનો શું છે નિયમ?
– હાલમાં, એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ કુલ કોર્પસના ૬૦ ટકા સુધી રકમમાં ઉપાડી શકે છે. જ્યારે કોર્પસના ૪૦ ટકાનો ઉપયોગ કરી શકાય છે. ધારો કે જાે તમારી કુલ એનપીએસ કોર્પસ રૂ. ૫ લાખ છે, તો પરિપક્વતા પૂર્ણ થયા પછી, ગ્રાહક આ રકમમાંથી ૬૦% ઉપાડી શકશે. બીજી તરફ, જાે તમે – પાકતી મુદત પહેલા ઉપાડ કરો છો, તો તમારે કોર્પસના ૮૦ ટકામાંથી વાર્ષિકી ખરીદવાની જરૂર પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.