Western Times News

Gujarati News

Gujarat Police : ગુજરાતના ૯ પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ

ગાઝિયાબાદ, ૯ પોલીસ કર્મચારીઓ સામે  FIR દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. કિસ્સો એમાં એવો છે કે તેઓ જે શખ્સની ધરપકડ કરવા ગયા હતા તેમની પત્નીએ પોલીસ સામે અપહરણનો આક્ષેપ લગાવ્યો હતો અને સ્થાનિક કોર્ટનો સંપર્ક સાધ્યો હતો. આ મુદ્દે ગુરુવારે વિજય નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. નોંધનીય છે કે છેતરપિંડીમાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ મુદ્દો ઉછળ્યો છે. Gujarat Police: Complaint registered against 9 policemen of Gujarat

ગત વર્ષે ૨૬ ડિસેમ્બરના દિવસે સુરત સાયબર સેલની ૯ મેમ્બરની ટીમ દેવેન્દ્ર ગુપ્તાના ઘરે પહોંચી હતી. તેમની પત્નીએ પોલીસની ટીમને આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે અમે કેટલાક મુદ્દાઓ પર પૂછપરછ કરવા માટે તેમને વિજય નગર પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છીએ. તેમની ગુજરાતમાં ૭૫ લાખની છેતરપિંડિના કૌભાંડમાં સંડોવણી છે. આમાં જે સિમકાર્ડ વાપરવામાં આવ્યું હતું તે ગુપ્તાના નામે લેવાયું હતું.

દેવેન્દ્રની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે હું પોલીસની પાછળ ગઈ ત્યારે જાેયું તો તેઓ મારા પતિને ર્નિદયતાથી માર મારી રહ્યા હતા. આ દરમિયાન મેં મારા ભાઈને પણ ત્યાં બોલાવી લીધો હતો. એટલું જ નહીં ત્યારપછી અમે ઈમરજન્સી નંબર ડાયલ કર્યો અને પોલીસને કહ્યું કે મારા પતિને ર્નિદયતાથી ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.

કેટલાક પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તેમની સાથે થોડી વાતચીત કરી હતી. ત્યારપછી પરત ફરી ગયા હતા. ત્યારપછી પોલીસ અધિકારીએ દેવેન્દ્રના પત્નીને સાંત્વના આપી હતી. કહ્યું હતું કે તમારા પતિ સાંજ સુધીમાં ઘરે આવી જશે.

પરંતુ તે ત્યાં એ સમયે પહોંચી તો પતિ નહોતા. તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તેણે DCP, ACP, DGPને આ અંગે લેટર પણ લખ્યો હતો. ત્યારપછી તેણે ગાઝિયાબાદ કોર્ટમાં PIL દાખલ કરી હતી. ત્યારપછી વિજય નગર પોલીસ સ્ટેશને કોર્ટમાં નિવેદન આપ્યું કે સુરત સાયબર સેલ પોલીસે લોકલ કોર્ટને જાણ કર્યા વિના જ આ પગલું ભર્યું હતું.

ત્યારપછી કોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે દેવેન્દ્રની માનસિક સ્થિતિ બરાબર નથી. તેમને દવા આપવાનું કહેવામાં આવ્યું હતું છતા પોલીસ માની નહોતી. જ્યારે કોર્ટે CCTV ફૂટેજ માગ્યા ત્યારે એસએચઓએ કહ્યું કે વિજય નગર પોલીસ સ્ટેશનના કેમેરા નવેમ્બર મહિનાથી બંધ સ્થિતિમાં છે.

ડીસીપી નિપૂર્ણ અગ્રવાલે કહ્યું કે સુરતના ૯ પોલીસ અધિકારી સામે સેક્શન ૩૨૩, ૪૫૨, ૩૬૫, ૩૪૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે સુરત પોલીસનો સંપર્ક સાધવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.