Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ધનસુરા ખાતે શિણોલ હાઈસ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો

પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે,શિણોલ કેળવણી મંડળ સંચાલિત,શિણોલ ગામે,શેઠ એલ.પી હાઈસ્કૂલમાં અને મોડાસામાં મખદુમ હાઈસ્કૂલ ખાતે,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય કક્ષાના માન. મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો.

શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના શુભેચ્છા દીક્ષાંત વિદાય સમારોહ, વયમર્યાદા ને કારણે સેવાનીવૃત થતા શિક્ષક નિવૃત્તિ સન્માન સમારોહ,અને સંસ્થાના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ સમારોહ તથા વિશિષ્ટ સન્માન સમારોહનો આનંદોત્સવ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો,પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers