Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હળવદના કવાડિયા પ્રા.શાળાના ૬૮મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) હળવદ, આજરોજ હળવદ તાલુકાના કવાડિયા ગામની શ્રી કવાડિયા પ્રાથમિક શાળાના ૬૮મા સ્થાપના દિન નિમિતે કવાડિયાનો કલરવ નામક સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જીલ્લા ડીપીઓ પ્રવીણભાઈ અંબારિયા,શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરા,ટીપીઓ દીપાબેન બોડા , હળવદ બીઆરસીના મિલનભાઈ પટેલ,પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હેમાંગભાઈ રાવલ,ઢવાણા સીઆરસીના જીતુભાઈ મેર એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ શિક્ષકો તેમજ શાળામાથી ભણી ગયેલ અને હાલ સરકારી કર્મચારી તરીકે સેવા બજાવે છે,તેવા કર્મચારી અને શાળા શરૂ થઈ તે વખતના પ્રથમ વિદ્યાર્થીનુ સન્માન શાળા પરિવાર દ્વારા કરવામા આવ્યુ હતુ. ઉપરોક્ત કાર્યક્રમમા દાતાઓ દ્વારા ૨,૩૫૦૦૦ જેટલી માતબર રકમ શાળાને ભેટ સ્વરૂપે મળી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ મકવાણા તેમજ તમામ સ્ટાફ ગણે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers