હળવદના માથક પે.સેન્ટર શાળામા આઠ ગામની શાળાઓ વચ્ચે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

(પ્રતિનિધિ) હળવદ, હળવદ તાલુકાના માથક ગામની માથક પે.સેન્ટર શાળાની પેટાશાળા ચુપણી, ખેતરડી,ડુંગરપુર, શિવપુર, માણેકવાડા, સુંદરી,રાયધ્રા,માથક આઠ પેટા શાળા વચ્ચે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમા ધોરણ છથી આઠના બાળકોએ ઉલ્લાસભેર ભાગ લીધો અને ખેલદિલીપૂર્વક ક્રિકેટની રમત રમ્યા હતા.આ આઠ શાળાઓની લીગ મેચના અંતે માથક અને માણેકવાડા શાળા વચ્ચે ફાઇનલ રમાઈ હતી.જેમા માણેકવાડા શાળા ફાઈનલ વિજેતા જાહેર થઈ અને માથક શાળા રનર્સ અપ વિજેતા થઈ હતી.
મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓ એ મેળવ્યો હતો.જે સર્વેને માથક પે.શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલાના હસ્તે વિજેતા શાળાના ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામા આવેલ,આ પ્રસંગે માથક ક્લસ્ટરના સી.આર.સી કોર્ડીનેટર તેમજ પેટા શાળાના આચાર્ય ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યુ હતુ. બાળકોમા બાળપણથી જ ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે માથક શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી હતી.