Western Times News

Gujarati News

અંબાજીમાં જુના નાકાથી ગબ્બર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં 

(ઉમેશ ઠાકોર અંબાજી) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીએ વિકસિત શહે૨ માંથી એક શહેર બનવા જઈ રહયુ છેઅને અંબાજી માં માતાજીના દર્શને રોજે રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે જેમાં અંબાજી મંદિરનો મહત્તમ યોગદાન સમાયેલું છે .

અંબાજી મંદિર ઘ્વારા અંબાજીના ૨ોડ ૫૨ જેવા કે , મેન માર્કેટમાં લગાવેલ સ્ટ્રીટ લાઈટ , જુના નાકાથી ૫૧ શકિતપીઠ સર્કલ , તેમજ ત્યા’થી દાંતા રોડ તરફ જતાં માર્ગ પર વિશાળ રોશનીથી શણગારવામાં આવેલ છે તેમજ અંબાજી થી હિંમતનગર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવે છે .

તથા ગબ્બર સર્કલ થી ગબ્બર સુધી સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવે છે . જેમાં તમામ લાઈટ વ૫૨ાશનું લાઈટ બીલ મંદિર ટ્રસ્ટ ત૨ ફથી ભ૨વામાં આવે છે . ત્યારબાદ જુના નાકાથી ગબ્બર સર્કલ સુધીની લાઈટો બંધ પડેલી છે જે કયારેક કોઈ ખાસ અંગત ઉપયોગ એટલે કે , કોઈ વી.આઈ.પી. આવતા હોય તેમજ ગુજરાત સ૨કા૨ નો કોઈ કાર્યક્રમ યોજાય તે સમય દરમ્યાન તે લાઈટ શરૂ કરવામાં આવે છે .

ત્યા૨બાદ લાઈટો બંધ કરી દેવામાં આવતી હોય છે.અને જૂના નાકાથી  અંદાજી ૧૬ થી ૨૦ લાઈટના થાંભલા ગબ્બર સર્કલ સુધી  લગાવેલા છે પરંતુ તે હાલ બંધ હાલતમાં પડેલ છે જેના કારણે અંબાજી મંદિરમાં આવતા યાત્રાળુ ખાસ ક૨ીને જુના નાકા થી ગબ્બર સર્કલ સુધી પોતાની

ગાડીઓ રોડની સાઈડમાં ઉભી રાખે છે તેમજ પ્રવાસમાં આવતા મોટા વાહનો તે સ્થળે ઉભા રાખવામાં આવે છે આવી જગ્યા સુમસાન હોવાથી યાત્રાળુઓને પોતાના માલ સામાનની ચિંતા વધુ થતી હોય છે તેમજ અંબાજીમાં દારૂ પીધેલી હાલતમાં ફરતા લોકોનો ત્રાસ હોવાના કારણે અને દારૂની હોમ ડિલિવરી કરવા વાળા અંધારાનો ફાયદો ઉઠાવીને ત્યાં સ્કુટી ઉભી રાખીને દારૂ પણ વેંચતા હોય છે

અને યાત્રાળુઓની સાથે કોઈ અણબનાવ બનવાની પુરેપુરી શકયતાઓ રહેલ છે . તેમજ ગાડીઓના કાચ ફોડી લુંટ પણ થઈ શકે તેવી શકયતાઓ છે . અને અંબાજી થી રાજસ્થાન જતો માર્ગ પણ સુમસાન વિસ્તાર હોવાથી આવા માર્ગ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મોટો વાહન અકસ્માત થઈ શકે તેવું છે અને કોઈ પણ અણબનાવ બની શકે છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી જુના નાકાથી ગબ્બર સર્કલ સુધી નાંખવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે . જેનાથી ભવિષ્યમાં કોઈ અણબનાવ બનતા અટકાવી શકાય અને સાથે સાથે યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા મદદરૂપ થઈ શકેછે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.