Western Times News

Gujarati News

શાહરુખની “રા-વન” ફિલ્મના નિર્માતાને ED નું તેડું

ફિલ્મ મેકર કરીમ મોરાનીને બે દિવસમાં હાજર થવા ઈડીનું સમન્સ

નવીદિલ્હી, સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ફિલ્મ મેકર કરીમ મોરાનીને સમન્સ મોકલ્યા છે. સુકેશ દ્વારા ફિલ્મ અભિનેત્રી જેકલીન ફનાર્ન્ડિસને ઘર ગિફ્ટ આપવાના મામલે પણ કરીમ મોરાનીનું નામ સામે આવ્યું હતું. જેને લઇને કરીમ મોરાનીએ આગામી એક-બે દિવસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે. ED summons film producer Karim Morani in ₹200 crore money laundering case involving Sukesh Chandrasekhar.

કરીમ મોરાની એક ભારતીય ફિલ્મ નિર્માતા છે જેમણે ચેન્નાઈ એક્સપ્રેસ અને શાહરૃખ ખાન સ્ટારર રા વન જેવી ફિલ્મો બનાવી છે. મોરાની અને તેનો ભાઈ એલી મોરાની પણ એક ફિલ્મ પ્રોડક્શન અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સહ-માલિક છે.
મોરાની પોતાની કારકિર્દીમાં ઘણા વિવાદોમાં રહ્યા છે. ૨જી સ્પેક્ટ્રમ કેસમાં તેનું નામ સામે આવ્યું હતું.

૨૦૧૭માં હૈદરાબાદ પોલીસે ૨૫ વર્ષની દિલ્હીની વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાના કેસમાં મોરાની સામે ગુનો નોંધ્યો હતો. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ, સુપ્રીમ કોર્ટે મોરાની સામેના કથિત રેપના કેસમાં તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

જે બાદ મોરાનીએ હૈદરાબાદ પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડયું હતું. હાલમાં ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ મેકર સુકેશ ચંદ્રશેખર ઈડીના નિશાના હેઠળ આવ્યા છે. બીજી તરફ આરોપી સુકેશ ચંદ્રશેખરની વાત કરીએ તો તે, હાલ દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે.

ઈડીએ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા ૨૦૦ કરોડ રૃપિયાના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની પણ ઘણી વખત પૂછપરછ કરી છે. સુકેશની દિલ્હી પોલીસે ૨૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તમામ અભિનેત્રીઓ તેને જેલમાં મળવા આવતી હતી.

જેલમાં બેસીને તેણે છેતરપિંડીને પણ અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે તાજેતરમાં આવા અનેક ખુલાસા કર્યા હતા. ઈઓડબલ્યુની તપાસમાં એ પણ બહાર આવ્યું કે, તે પિંકી ઈરાની હતી જેણે સુકેશને સુકેશની નોરા સહિત અનેક અભિનેત્રીઓને મળવાનું કરાવ્યું હતું. તેમજ સુકેશે નોરા અને જેકલીનને અમૂલ્ય ભેટો આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.