Dancing tree : ખુશીથી નાચતા ઝાડનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
નવી દિલ્હી, આજ સુધી તમે કેટલાં વૃક્ષોને નાચતા જાેયા છે. તમે પવનને કારણે વૃક્ષોને ઘણીવાર લહેરાતા જાેયા હશે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ શું તમે ક્યારેય એવું દ્રશ્ય જાેયું છે કે જ્યાં તમને એવું લાગે કે સામે કોઈ ઝાડ નથી પણ યેતિ કે રીંછ કે માણસ નાચી રહ્યો છે. A video of a happily dancing tree has gone viral on social media
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જાેઈને તમે કહેશો કે, તમે તમારા જીવનમાં આવો નજારો ક્યારેય નહીં જાેયો હોય. @TheFigen_ દ્વારા ટિ્વટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વૃક્ષ જાેરદાર પવનમાં લહેરાતું જાેવા મળી રહ્યુ છે.
તેનું કેપ્શન છે- અદ્ભુત પ્રકૃતિ, જાેરદાર પવનને કારણે ઝાડ નાચતું જાેવા મળ્યું. અત્યાર સુધીમાં ૨૯ લાખથી વધુ વખત આ વીડિયો જાેવામાં આવ્યો છે, જ્યારે ૯ હજારથી વધુ લોકોએ વીડિયોને રિટ્વીટ કર્યો છે. કુદરતનો સૌથી સુંદર નજારો વીડિયોમાં કેદ થયો છે.
કુદરતના અનેક રંગો છે. સમયાંતરે તમે આવા વીડિયો જાેતા રહો છો જેમાં કુદરતના અદ્ભુત પરાક્રમોને કેદ કરવામાં આવ્યા છે. જાેઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ વીડિયો કોઈ વૃક્ષનો છે, કોઈ મનુષ્યનો છે કે પછી કોઈ મહાકાય પ્રાણીનો છે.
Awesome nature!
The tree that seems to dance with the strong winds… pic.twitter.com/pv6gkZuOrn— The Figen (@TheFigen_) February 25, 2023
પરંતુ આ વીડિયો જાેયા પછી તમે ચોક્કસ આનંદથી ઉછળી જશો. વાસ્તવમાં આ વીડિયોમાં જે રીતે વૃક્ષ હવામાં રમી રહ્યું છે તે જાેઈને લાગતું નથી કે તે કોઈ વૃક્ષ છે. એકવાર જાેતાં જ એવું લાગે છે કે જાણે કોઈ વિશાળ યેતિ નૃત્ય કરી રહી છે.
આ વીડિયો એવો છે કે, જાે તમે તેને હોલિવૂડ કે બોલિવૂડ ફિલ્મના ગીતની ધૂન પર ફિટ કરો તો તમને એક ક્ષણ માટે પણ એવું નહીં લાગે કે તેની કોરિયોગ્રાફી કરવામાં આવી નથી. વીડિયોને જાેઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટિ્વટર એકાઉન્ટ પર રીટ્વીટ કરીને કેટલાક લોકો આ વૃક્ષના ડાન્સની યેતિ સાથે સરખામણી કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વૃક્ષને રીંછ જેવું કહી રહ્યા છે.
કેટલાક તેને ડિઝનીલેન્ડનું પાત્ર કહી રહ્યા છે, તો કેટલાક તેને ભૂત ગણાવી રહ્યા છે. જાે કે, કોઈ કંઈ પણ કહે, એક વાત ચોક્કસ છે કે આ ઝાડને જાેરદાર પવનમાં ઝૂલતા જાેઈને તમે પણ ચોક્કસથી ઝૂલવા મજબૂર થઈ જશો.SS1MS