Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Bollywood: Malaika Arroraનું ઘર સુંદર અને મોડર્ન છે

મુંબઈ, એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલિવૂડની જાણીતી સેલેબ્રિટી છે અને દરેક લોકો તેની સુંદરતાની પ્રશંસા કરે છે. શૅર કરેલી તસવીરોમાં મલાઈકાનો લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન તથા વૉક ઇન રૂમ જાેવા મળે છે. મલાઈકાએ ઘરને બ્લૂ એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન થીમ પર તૈયાર કર્યું છે. Bollywood: Actress Malaika Arrora’s house is beautiful and modern

આ ઘર જાેવામાં ઘણું જ ક્લાસિક તથા લક્ઝુરિયસ લાગે છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ચર્ચામાં રહેતા લવબર્ડ્‌સમાંથી એક છે. બંને ચાર વર્ષ કરતાં વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વચ્ચે ઉંમરનો ૧૨ વર્ષનો તફાવત છે.

તેઓ સાથે વેકેશન માણવા માટે પણ જાય છે. ફરાહ ખાને મલાઈકા અરોરાને ફ્યૂચર પ્લાન, અર્જુન કપૂર સાથે લગ્ન અને વધુ બાળકો લાવવા વિશે પૂછ્યું હતું. તેના પર તેણે કહ્યું હતું ‘અમે આ વિશે વાત કરી છે. મને લાગે છે કે રિલેશનશિપમાં રહીને હું સારી વ્યક્તિ બની છું.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

મેં જે કંઈ ર્નિણય લીધા છે તે ખુશ રહેવા માટે લીધા છે. આજે જે વ્યક્તિ મારા જીવનમાં છે, તે મને ખુશ રાખે છે. લોકો મારા વિશે શું કહે છે અને શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. અર્જુન કપૂર સાથે અફેરના લીધે મલાઈકા અવારનવાર ટ્રોલ થતી રહે છે.

તેના પર વાત કરતાં તેણે કહ્યું હતું ‘આ મારા માટે સરળ નથી. હું રોજ કોઈને કોઈ વાતનો સામનો કરું છું. લોકો કહે છે કે, હું ઉંમરમાં મોટી છું. એક પુરુષ જ્યારે તેનાથી ૨૦ કે ૩૦ વર્ષ નાની છોકરીને ડેટ કરે તો તેના વખાણ કરવામાં આવે છે, જાણે તે દુનિયાનો રાજા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers