Western Times News

Gujarati News

સોના માહાપાત્રાએ Shehnazને કહી શોર્ટકટથી રૂપિયા કમાતી એક્ટ્રેસ

મુંબઈ, સિંગર સોના મહાપાત્રા કોઈથી ડર્યા વિના બોલવા માટે ઓળખાય છે. મુદ્દો કોઈપણ હોય. તે પોતાનું રિએક્શન આપી દે છે. ક્યારે તે કોઈનાથી ખુશ થઈ જાય કે કોઈથી દુઃખી, સમજવું મુશ્કેલ છે. લાગે છે કે શહનાઝ ગિલે મિ ટૂના આરોપી Sajid khanને સપોર્ટ કર્યો હતો, તેના માટે સોના હજુ પણ તેનાથી નારાજ છે.

રવિવારે ૨૬ ફેબ્રુઆરીએ તેણે શહનાઝ વિશે કેટલીક ટિ્‌વટ્‌સ કરી અને તેના ટેલેન્ટ સામે સવાલ ઉઠાવ્યા. તેણે પૂછ્યું કે, શહનાઝને ટિ્‌વટર પર આટલું એટેન્શન કેમ આપવામાં આવે છે? હકીકતમાં એક ઈવેન્ટમાં શહનાઝ ગિલ પહોંચી હતી. ત્યાં સિદ્ધાર્થ મેનને ગાવા માટે માટે કહ્યું હતું.

પરંતુ, જેવો અજાનનો અવાજ સંભળાયો, એક્ટ્રેસે ગાવાનું બંધ કરી દીધું હતું અને તે પૂરી થવાની રાહ જાેઈ. હવે તે પછી સોના મહાપાત્રાએ ૨૩ ફેબ્રુઆરીએ એક ટ્‌વીટ કરી અને લખ્યું કે, શહનાઝે એ સમયની યાદ અપાવી દીધી કે જ્યારે તેણે મી ટૂના આરોપી સાજિદ ખાનનો સપોર્ટ કર્યો હતો, જ્યારે તે બિગ બોસ ૧૬માં સામેલ થયો હતો.

એક યૌન અપરાધીને નેશનલ ટીવી પર બતાવાયો. કાશ તેણે (શહનાઝે) પોતાની બહેન માટે કંઈક સન્માન રાખ્યું હોત. જ્યારે ઘણા લોકોએ પૂછ્યું કે, સાજિદનું સમર્થન કરવા માટે સોના માત્ર શહનાઝને જ કેમ નિશાન બનાવી રહી છે, તો સોનાએ ફરી એક ટિ્‌વટ કરી અને લખ્યું કે, ‘પ્યારે ટ્રોલ્સ જેકલીન (ફર્નાન્ડીઝ) જેવી વધુ એક એક્ટ્રેસ માટે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મને નથી ખબર કે શહનાઝનું એક ખાસ ટેલેન્ટ શું છે? હાલ માટે તો તે બસ એક ટીવી રિયાલિટી શો ઉપરાંત કંઈપણ નથી. પરંતુ હું એ મહિલાઓની રીત-રસમોને જાણું છે, જે શોર્ટકટ દ્વારા સારા રૂપિયા કમાય છે. સોના મહાપાત્રાની આ ટિ્‌વટ પછી શહનાઝના ફેન્સએ સિંગરને ઘેરી લીધી.

એક યૂઝરે લખ્યું કે, ‘ઈર્ષાની કોઈ દવા નથી, બની શકે કે તમને એ પાર્ટીમાં ઈન્વાઈટ ન કર્યા હોય, જ્યાં એ વિષય પર તેની સામે બોલનારા બધા લોકો તેની સાથે એન્જાેય કરી રહ્યા હતા. શહનાઝનું નામ પોતાને પોપ્યુલર કરવા માટે ઉપયોગ ન કરો.’

એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘સાજિદ ખાનને શોમાં બોલાવવા માટે ચેનલ અને એન્ડેમોલને દોષી ઠેરવવા જાેઈએ. શહનાઝને નહીં, જેણે તેને માત્ર શુભેચ્છા આપી હતી.’ એક અન્યએ લખ્યું કે, ‘મેડમ જાે ફૂટેજ જાેઈએ તો બોલો. ભરી-ભરીને આપીશું. પરંતુ, તમારા અંદરની ગંદકી કાઢીને ફૂટેજ ન લો.’ એકએ લખ્યું કે, ‘ભગવાન તમને સદબુદ્ધિ આપે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.