Western Times News

Gujarati News

Market : Sensexમાં ૧૭૬, Niftyમાં ૭૩ પોઈન્ટનો ઘટાડો થયો

મુંબઈ, વૈશ્વિક બજારમાં નબળા સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક શેરબજાર સતત સાતમા સત્રમાં લાલ નિશાન સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૭૫.૫૮ પોઈન્ટ એટલે કે ૦.૩૦ ટકાના ઘટાડા સાથે ૫૯,૨૮૮.૩૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૭૩.૧૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૪૨ ટકાના ઘટાડા સાથે ૧૭,૩૯૨.૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો.

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં સૌથી વધુ ૯.૭૪ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બજાજ ઓટો ૫.૩૨ ટકા, યુપીએલ ૪.૧૦ ટકા, ટાટા સ્ટીલ ૨.૯૬ ટકા અને ઇન્ફોસિસ ૨.૫૮ ટકા ડાઉન હતા. નિફ્ટી પર આઈસીઆસીઆઈ બેન્કે સૌથી વધુ ૨.૧૭ ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેવી જ રીતે પાવરગ્રીડમાં ૨.૧૬ ટકાનો વધારો નોંધાયો હતો. કોટક મહિન્દ્રા બેંકમાં ૧.૮૦ ટકા, એચડીએફસી લાઇફમાં ૧.૫૮ ટકા અને એસબીઆઈમાં ૧.૨૪ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.