Western Times News

Gujarati News

જાણો સરકારને 2 વર્ષ દરમિયાન પેટ્રોલ- ડીઝલની કેટલી આવક થઈ

ગાંધીનગર, ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને Petrolમાં ૬૦૪૦.૦૧ કરોડ અને Dieselમાં ૧૨૭૩૧.૭૯ કરોડની આવક થઈ છે. જયારે CNGથી ૩૮૯ કરોડ અને પીએનજીથી ૧૨૬ કરોડની આવક થવા પામી છે. રાજ્ય સરકાર Petrol પર ૧૩.૭ ટકા જ્યારે ડીઝલ પર ૧૪.૯ ટકા તથા સીએનજી અને પીએનજી પર ૧૫ ટકા વેરો વસૂલે છે.

રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમા એક સવાલના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધી માં ૬૦૪૦.૦૧ કરોડ ની આવક થઈ, જ્યારે ડીઝલમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીમાં. ૧૨૭૩૧.૭૯ કરોડ રૂપિયાની આવક થઇ છે. સીએનજીમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૧૯૧.૭૫ કરોડ રૂપિયા ની આવક થવા પામી છે. જ્યારે પીએનજીવર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૬૮.૩૧ કરોડની આવક થઈ

રાજ્ય સરકારે સવાલના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ ૨૦૨૨થી ૨૩ સુધીમાં ૬૦૦૮.૬૯ કરોડ, ડીઝલમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩માં કુલ ૧૩૯૫૧.૨૭ કરોડની આવક થવા પામી છે. સીએનજીમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં કુલ ૧૯૮.૪૪ કરોડ તથા પીએનજીમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં કુલ ૫૮.૦૯ કરોડની આવક થઈ છે.

કુલ રકમની વાત કરીએ તો Petrolમાંથી ૧૨૦૪૮.૭ કરોડ તથા Dieselમાં ૨૬૬૮૨ કરોડની આવક થઈ છે. જ્યારે સીએનજીમાં ૩૮૯ કરોડ અને પીએનજીમાં ૧૨૬ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર ૧૩.૭ ટકા જ્યારે ડીઝલ પર ૧૪.૯ ટકા ટેક્સ વસૂલે છે. જ્યારે CNG અને PNG પર સરકાર ૧૫ ટકા ટેક્સ વસૂલે છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.