Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હળવદ શહેર ભાજપ કારોબારીએ પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો

(પ્રતિનિધિ) હળવદ, હળવદ શહેર ભાજપની કારોબારી મીટિંગ મળી હતી.જેમા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,બિપીનભાઈ દવે,જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી એ વિવિધ સંગઠનાત્મક વિષયો પર પ્રસંગોચીત વક્તવ્ય આપેલ હતુ. ત્યારબાદ,સમગ્ર કારોબારી એ સાથે મળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.

શહેર ભાજપ પ્રમુખ કેતન દવે, મહામંત્રીઓ રમેશ ભગત,સંદીપ પટેલ,શહેર યુવા ભાજપ પ્રમુખ મેહુલ પટેલ,પૂર્વ પાલિકા પ્રમુખો અજય રાવલ,રમેશ પટેલ,દાદાભાઈ ડાંગર સહીત ભાજપ અગ્રણીઓ સર્વે ભરતભાઈ પટેલ,જીજ્ઞેશ રાવલ,સન્ની ઠક્કર,હરદેવસિંહ ઝાલા,ભુરાભાઇ મલ્લ,વિક્રમ ધામેચા,મુકુંદ મેહતા સહીત નગર પાલિકાના પૂર્વ સભ્યો,મહિલા મોરચા સહીતના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના સર્વે મૃતકોને બે મિનિટનુ મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.જ્યારે,આભાર વિધિ ઉર્વશીબેન પંડ્યા એ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers