Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોરબીમા ભુલા પડેલા બિહારી વૃદ્ધાનુ પરિવાર સાથે પુનઃમિલન કરાવતી ટીમ અભયમ

(પ્રતિનિધિ) હળવદ, મોરબી શહેરના રતનપર રોડ પરથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમમા કોલ કરી જણાવ્યુ હતુ કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. જે ખૂબ ગભરાયેલી હાલતમા છે,તેઓ કાઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે,તેમને મદદની જરૂર છે.જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા અને પાયલોટ સનીભાઈ કાફિયા અને કોન્સટેબલ જયશ્રીબેન સ્થળ પર પહોચતા આશરે ૬૫ વષૅની ઉમરના વૃદ્ધા મળી આવેલ, જેણે જણાવેલ કે તેઓ વહેલી સવારે ચોટીલા અને માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા.

પરંતુ,ઉમરના કારણે રસ્તે ભુલા પડેલા છે,તેઓ બિહારથી આવેલા હોય અને તેમના દીકરા સાથે કારખાનામા રહેતા હોય માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા.
વૃદ્ધાની વાત સાંભળી તેમનુ સરનામુ પુછતા બરાબર યાદ ન હોવાથી કેટલાક પ્રયત્નો બાદ વૃદ્ધાનો દિકરો સિરામિક કારખાનામા કામ કરતો હોય તેવુ જણાતા આજુબાજુના કારખાનામા તપાસ કરતા તેમના દિકરાનો સંપકૅ થયેલ અને વૃદ્ધાને તેમના દિકરાને સોપવામા આવ્યા હતા.

તેમના દિકરાને પૂછતા તેણે જણાવેલ કે માજી ઘરેથી અવાર નવાર તેમની જાણ બહાર ઘરેથી નીકળી જાય છે, જેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે રસ્તે ભુલા પડે છે.૧૮૧ની ટીમ દ્વારા માજીના દિકરાને માજીની સાર-સંભાળ રાખવા સૂચન કરેલ તેમજ માજીને પણ ઘરેથી વારંવાર કહ્યા વગર નીકળી ન જાય તે બાબતે પરામર્શ કરેલ.આમ,૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાને તેમના દિકરા સુધી પહોચાડેલ. માજીને સહી સલામત પહોચાડવા બદલ તેમના દીકરા દ્વારા ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers