Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શખ્સના અવાજથી દોડતા આવ્યા કાગડા, લોકો નજારો જોઈને ચોંકી ઉઠ્‌યા

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આપણે રોજ કોઈને કોઈ વીડિયો જાેઈને અચંબિત થઈ જઈએ છીએ. ઘણા વીડિયોમાં લોકોનું ટેલેન્ટ જાેઈને આપણે વિશ્વાસ નથી કરી શકતા. હલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે. કોઈમાં એવી ટેલેન્ટ છે કે દરેકના હોશ ઉડી જાય છે. તમે ઘણા લોકોને પશુ-પક્ષીઓના અવાજાે કાઢતા જાેયા હશે. Akku- the crow man of India

પણ તેની એક હાકલ પર પશુઓનું ટોળું કે પક્ષીઓનું ટોળું ભેગું થઈ જાય છે, આવો નજારો માત્ર ફિલ્મોમાં જ જાેવા મળે છે. પરંતુ આ વખતે તે હકિકતમાં બન્યું છે અને તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં જાેઈ શકાય છે કે વ્યક્તિએ કાગડાના અવાજમાં મહારત મેળવી લીધી છે. જેવો તે અવાજ કરે છે કે તરત જ એક આશ્ચર્યજનક દ્રશ્ય જાેવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જાેશો કે એક વ્યક્તિ ખુલ્લા મેદાનમાં આવે છે અને તેની સાથે ઘણા મિત્રો પણ દેખાય છે. પ્રથમ તે દર્શાવે છે કે આકાશ એકદમ સ્વચ્છ છે અને કોઈ પક્ષી દેખાતું નથી. પછી તે વ્યક્તિ કાગડાનો અવાજ કરવા લાગે છે અને થોડી જ વારમાં આખું આકાશ કાગડાઓથી ભરાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આ નજારો જાેઈને સ્થળ પર હાજર તમામ લોકો હચમચી ગયા હતા. તેઓ પોતાની આંખો પર પણ વિશ્વાસ કરી શકતા ન હતા. આ વીડિયો ghantaa નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, ‘ક્રો મેન ઓફ ઈન્ડિયા’.

વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળ્યા છે. વીડિયો પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા લોકો આ જાેઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે કે આવું તો કેવી રીતે થઈ શકે છે. તો ઘણા લોકો શખ્સના ટેલેન્ટથી ઈમ્પ્રેસ થયા હતાં.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers