Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOC:બીજીવાર લગ્ન કરીને ખુશ છે અભિનેતા સચિન શ્રોફ

મુંબઈ, ડિવોર્સના પાંચ વર્ષ બાદ સચિન શ્રોફ પ્રેમમાં પડ્યો અને લગ્નને બીજી તક આપતાં ફરીથી પરણી પણ ગયો. તેણે છેક સુધી પત્નીની ઓળખ છુપાવી રાખી હતી અને ગત શુક્રવારે યોજાયેલી કોકટેલ પાર્ટીમાં આખરે તેની મુલાકાત કરાવી હતી.

૨૫મી ફેબ્રુઆરીએ તેના લગ્ન યોજાયા હતા. કપલના જીવનના ખાસ દિવસે એક્ટરના ગુમ હૈ કિસી કે પ્યાર મેં, વેબ સીરિઝ આશ્રમ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કો-એક્ટર્સ હાજર રહ્યા હતા. બંનેના હિંદુ રીતિ-રિવાજથી લગ્ન થયા હતા અને આ દરમિયાન હાઈલાઈટ રહી હતી બ્રાઈડની એન્ટ્રી. TMKOC: Actor Sachin Shroff is happy to be married for the second time

પત્ની ચાંદનીએ મંડપ પાસે પહોંચતા પહેલા ત્રણ સોન્ગ પર ડાન્સ કર્યો હતો અને સચિન તેના પરથી નજર હટાવી શક્યો નહોતો. લગ્ન બાદ વાતચીત કરતાં સચિન શ્રોફે કહ્યું હતું કે ‘હું કમ્ફર્ટેબલ, રિલેક્સ્ડ અને હેપ્પી સ્પેસમાં છું. લગ્નજીવન અદ્દભુત છે.

જાે કે, મારે હજી તેનો અનુભવ કરવાનો બાકી છે. તે એક મીઠી લાગણી છે. જર્નીમાં આગળ પડકારો આવશે પરંતુ ચાંદની અને હું સાથે મળીને પ્લાનિંગ અને તેના પર કામ કરવા માટે આતુર છીએ. મારા જીવનમાં ચાંદની આવી તે માટે ગર્વ અનુભવી રહ્યો છું. તે મારી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. સચિન શ્રોફ માટે બે દિવસનું ફંક્શન અત્યંત વ્યસ્ત રહ્યું હતું.

આ વિશે તેણે કહ્યું હતું કે ‘કોકટેલ પાર્ટીમાં, મેં ભોજનનો એક ટુકડો પણ મોંમાં મૂક્યો નહોતો. કારણ કે દરેકને મળવા માટે હું અહીંયા-ત્યાં દોડી રહ્યો હતો. પરંતુ ખાસ દિવસે મારો પરિવાર, ઈન્ડસ્ટ્રીના અને બહારના મિત્રો સામેલ થયા તે જાેઈને મને ખુશી થઈ હતી. તેથી, કોઈ ફરિયાદ નથી!’. હનીમૂન વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે ‘અમે હજી સેટલ થઈ રહ્યા છીએ અને આ અંગે બાદમાં પ્લાનિંગ કરીશું.

સચિન શ્રોફની પત્ની ચાંદની તેની બહેનની વર્ષો જૂની ફ્રેન્ડ છે. ગત મહિને જ પરિવારે તેની સાથે પરણીને ઠરીઠામ થઈ જવાની સલાહ આપી હતી. બંનેએ એકબીજા સાથે વાત કરી હતી અને ધીમે-ધીમે પ્રેમ પાંગર્યો હતો. એક્ટરનો પરિવાર અંધશ્રદ્ધાળુ છે અને તેથી જ ચાંદનીની ઓળખ છેક સુધી છુપાવી રાખી હતી. સચિન શ્રોફે અગાઉ ટીવી એક્ટ્રેસ જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા.

બંનેની મુલાકાત સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’ના સેટ પર થઈ હતી. ૨૦૦૯માં લગ્ન કર્યા હતા અને ૨૦૧૮માં તેઓ લગ્ન થયા હતા. તેઓ ૯ વર્ષની દીકરીના કો-પેરેન્ટ્‌સ છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers