Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

GIDCમાં આવેલી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગી આગ

વાપી, વલસાડના સરીગામ GIDCની VEN PETROCHEM & PHARMA INDIA PVT LTD નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશય થયો છે. આ પ્રચંડ ધમાકામાં ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ બાદ થયેલા કાટમાળમાં કેટલાક લોકો પણ દબાયાની માહિતી સામે આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ ત્યાં તેમની શોધખોળ કરી રહી છે. A fire broke out in a company located in GIDC after a massive blast

મોડી રાતે થયેલા પ્રચંડ ધમાકા બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ કંપનીમાં મોડી રાતે થયેલા પ્રચંડ બ્લાસ્ટને કારણે આ કંપનીનું બે માળનું બિલ્ડિંગ ધરાશાયી થઇ ગયુ છે.

જેના કાટમાળમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. આ કંપનીનાં બ્લાસ્ટનાં ધડાકાને કારણે આસપાસની કંપનીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ કંપનીમાં સદનસીબે સોમવારે રજા હોય છે. જેથી આ ધડાકા સમયે અહીં માત્ર ટેક્નિશિયનની જ ટીમના લોકો હતા.

આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા. જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers