Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સિંદૂર-મંગળસૂત્ર વગર Kiara Advani બની લાલ પરી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્ન પછી અનેક વાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં કિયારા એક ઇવેન્ટમાં જાેવા મળી હતી. આ ઇવેન્ટમાં કિયારાનો બોલ્ડ લુક જાેવા મળ્યો હતો. જાે કે કિયારા કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. Kiara got to go in a glamorous look on the red carpet

કિયારાએ એક ઇવેન્ટમાં પહેરેલા કપડા લોકો માટે કોમેન્ટ્‌સનું કારણ બન્યા છે. કિયારા રેડ કાર્પેટ પર ગ્લેમરસ લુકમાં જાેવા મળી હતી. નવી નવેલી દુલ્હનનું આ રૂપ જાેઇને અનેક લોકો ભડક્યા હતા. આ સાથે જ કિયારને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કિયારાએ આ ઇવેન્ટ્‌માં રેડ હાઇ સ્લિટ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ છે. લાઇટ મેક અપ અને ગોલ્ડન હીલ્સની સાથે પોતાનો લુક કમ્પીટ કર્યો છે.

પરંતુ આ નવી નવેલી દુલ્હનને સિંદૂર અને મંગળસૂત્ર વગર પોઝ આપતા જાેઇને ફેન્સ પણ ભડક્યા છે. એક યુઝર્સે તો કોમેન્ટમાં લખ્યુ છે કે લગ્ન પછી ઇન્ડિયન વુમન આવી રીતે રહે? જાે કે ઘણાં લોકોએ કિયારાના રિસેપ્શન ડ્રેસને સારો કહ્યો છે. જાે કે કિયારા આ આઉટફિટ્‌સને લઇને ટ્રોલ થઇ છે. લોકો અનેક પ્રકારની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. કિયારાનો આ બોલ્ડ લુક બહુ ઓછા લોકોને પસંદ પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

આ લુકમાં કિયારા એકદમ બોલ્ડ એન્ડ હોટ દેખાઇ રહી છે. ઉલ્લખનીય છે કે કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૭ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં કિયારાનો લુક એકદમ ડિસન્ટ લાગી રહ્યો હતો. આ સાથે જ લગ્નમાં અનેક બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી.

આ સાથે જ દિલ્હી અને મુંબઇમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતુ. લગ્ન પછી આ કપલે એક ઇવેન્ટમાં જાેવા મળ્યુ હતુ જેમાં સ્ટેજ પર કિયારાએ પોતાના લગ્ન સમયની એક વાત પણ શેર કરી હતી. જાે કે કિયારાના ફેન્સ ફોલોઇંગની સંખ્યા ખૂબ વધારે છે.

આમ, બોલિવૂડ એક્ટ્રર્સ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આમ, જાે વાત કરવામાં આવે તો કિયારાના આ લુક પર અનેક લોકો ભડક્યા છે અને કિયારાની તસવીરો પર જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers