Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Zee cine Awards આલિયા ભટ્ટ ફેશનેબલ અવતારમાં જોવા મળી

મુંબઈ, Zee cine Awards-2023ના રેડ કાર્પેટ પર બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ જાેવા મળી હતી. આ એવોર્ડ ફંક્શનમાં Alia Bhatt પણ રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા, જેમાં તે સિમ્પલ ગ્રીન ગાઉનમાં ખીલી ઉઠી હતી. Zee Cine Awards Alia Bhatt was seen in a fashionable avatar

આ ફંક્શનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ શોમાં અનિલ કપૂર બ્લેક સૂટમાં જાેવા મળ્યો હતો. બીજી તરફ, દિયા મિર્ઝા અને સની દેઓલે એકસાથે તસવીરો માટે પોઝ આપ્યો હતો. આ દરમિયાન નવી પરણેલી કિયારા અડવાણી લાલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ડિરેક્ટર ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવને પણ બ્લેક સૂટમાં કેમેરા સામે પોઝ આપ્યો હતો. આલિયાએ હાલમાં જ ફિલ્મના એક વર્ષ પૂર્ણ થવા પર Gangubai Kathiyavadi ફિલ્મના ડિરેક્ટર Sanjay Leela Bhansali સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે જીન્મ્ સાથે ઉભી જાેવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

હવે આ દરમિયાન ગઈ સાંજે આલિયાને “Best Actor in Female”નો એવોર્ડ મળ્યો છે. આલિયાને આ એવોર્ડ તેની ફિલ્મ ગંગુબાઈ માટે મળ્યો હતો. ઝી સિને એવોર્ડ મળ્યા બાદ આલિયા એટલી ખુશ નહોતી જેટલી રણબીરે તેને ખુશ કરી હતી. જાેકે, રણબીરે આલિયાને તેના એવોર્ડ સાથે ફોટો પણ ક્લીક કરી આપ્યો હતો. આલિયાએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે.

આ તસ્વીરમાં આલિયા તેના એવોર્ડને દેખાડતી જાેવા મળી રહી છે, પરંતુ આ તસવીર ખાસ છે, કારણ કે તેને રણબીર કપૂરે ક્લિક કરી હતી. આ પોસ્ટને શેર કરતાં આલિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, સ્પેશિયલ મેન્શન મારા પતિ માટે, જે ખૂબ જેણે શાંતિથી રાત્રે ૨ વાગ્યે મારો ફોટો ક્લિક કરી દીધો. આ સિવાય આલિયાએ તસવીર ઉપર લખ્યું છે, ગંગુ લવ, આ સન્માન માટે આભાર.

આ સિવાય સંજય લીલા ભણસાલીને ટેગ કરતાં તેણે લખ્યું કે, સર, હું તમારી કેટલી આભારી છું તે કહેવા માટે મારી પાસે શબ્દો નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers